Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ એક રાજકીય પાર્ટીનું આગમન, જાણો હવે કોણ નસીબ અજમાવી રહ્યું છે

TV9 GUJARATI

|

Updated on: Nov 08, 2022 | 10:41 AM

ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાએ 7 ટર્મ દરમ્યાન જેડીયુથી બિટીપી સુધીમાં તેઓએ કોંગ્રેસ, ભાજપ, AIMIM, આપ સાથે વિધાનસભા, રાજ્યસભા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે જોડાણ કે ગઠબંધનની જાહેરાતો કરી હતી.

હાલની ગુજરાત વિધાનસભા ચૂંટણી લગભગ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ખરાખરીનો જંગ બને તેવા એંધાણ વર્તાઈ રહયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અઢી દાયકા જુના મિત્રો એટલેકે JDU ના નીતીશકુમાર અને BTP ના છોટુ વસાવા 5 વર્ષ બાદ ફરી એક મંચ ઉપર આવી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આપના કેજરીવાલ બાદ હવે JDU ના નીતિશ કુમારની પણ એન્ટ્રી સાથે નવો વળાંક લાવવાની તૈયારીમાં છે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી પેહલા નિતીશકુમારે બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરતા 27 વર્ષથી JDU સાથે જોડાયેલા ઝઘડિયાના MLA અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છોટુ વસાવાએ છેડો ફાડયો હતો. રાતો રાત ભારતીય ટ્રાયબલ પાર્ટી રચી BTP ના બેનર ઉપર છોટુ વસાવા સાતમી વખત ઝઘડિયાના ધારાસભ્ય બન્યા હતા.

નીતિશ કુમારે બિહારમાં RJD સાથે જોડાણ કરી ભાજપથી છેડો ફાડતા ગુજરાતની ચૂંટણીમાં જેડીયુએ પાંચ વર્ષ બાદ ફરી પ્રવેશ કર્યો છે. આજે સોમવારે ઝઘડિયા છોટુ વસાવાના નિવાસ સ્થાને JDU ના પ્રદેશ અધ્યક્ષ વિશ્વજીત સિંઘે મુલાકાત લઈ ગુજરાત ચૂંટણીમાં BTP અને JDU ગઠબંધનની જાહેરાત કરી હતી. જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે તેવી જાહેરાત સાથે આગામી સમયમાં પ્રચાર માટે ગુજરાત નીતિશ કુમાર, લલનસિંઘ, કે.સી. ત્યાગી સહિતના નેતાઓ આવશે.

ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાએ 7 ટર્મ દરમ્યાન જેડીયુથી બિટીપી સુધીમાં તેઓએ કોંગ્રેસ, ભાજપ, AIMIM, આપ સાથે વિધાનસભા, રાજ્યસભા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે જોડાણ કે ગઠબંધનની જાહેરાતો કરી હતી. હવે તેઓ ફરી જેડીયુ સાથે મળી ગુજરાતની ચૂંટણી લડવા એકમત થયા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati