ગુજરાત ચૂંટણી 2022: સાબરકાંઠામાં જિલ્લાની ચારેય બેઠકો પર EVM મશીનની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ ફાળવણી

|

Dec 04, 2022 | 6:49 PM

Gujarat Election 2022: સાબરકાંઠા જિલ્લાની ચારેય બેઠક માટે EVMની ફાળવણી કરવામાં આવી છે. GPS સિસ્ટમથી ટ્રેકિંગ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર EVM રવાના કરાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે. જેમા સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે EVM મશીનની ફાળવણી કરવામાં આવી છે. GPS સિસ્ટમથી ટ્રેકિંગ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર EVM રવાના કરવામાં આવ્યા છે. આ ચૂંટણી દરમિયાન મતદાન સમયે ઓળખના પૂરાવા ચૂંટણી તંત્રે સ્પષ્ટતા કરી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ચૂંટણી પંચની સૂચના અનુસાર તમામ મતદારોને નીચે દર્શાવેલ બાબતોની તકેદારી રાખવા તાકીદ કરી છે.

  • મતદાન મથક ખાતે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ લઇ જવા પર પ્રતિબંધ છે.
  • મતદાર કાપલી એ મતદાન માટે માન્ય પુરાવા તરીકે ગણાશે નહી.
  • મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
  • ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નીચેના પૈકી એક અસલ દસ્તાવેજ (ડિજિટલ કે ઝેરોક્ષ કોપી માન્ય ગણાશે નહી) રજૂ કરવાનો રહેશે.
  • આધારકાર્ડ,
  •  મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
  • બેન્ક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,
  •  શ્રમ મંત્રાલયનો યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
  •  ડ્રાઇવિંગ લાઇસન્સ,
  •  પાનકાર્ડ,
  • એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
  •  ભારતીય પાસપોર્ટ,
  •  ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ,
  •  કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, અને
  •  સંસદ સભ્યો, ધારાસભ્યો વિધાનસભા પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, 12) Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર

Published On - 6:25 pm, Sun, 4 December 22

Next Video