AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને NCP વચ્ચે થયુ ગઠબંધન, NCP ત્રણ બેઠકો પર લડશે ચૂંટણી

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને NCP વચ્ચે થયુ ગઠબંધન, NCP ત્રણ બેઠકો પર લડશે ચૂંટણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 2:49 PM
Share

કોંગ્રેસ (Congress) અને NCP વચ્ચે ગઠબંધન થશે કે કેમ તેને લઇને ઘણા સમયથી અસમંજસ હતી. કારણ કે આ પહેલા NCP દ્વારા ચાર બેઠક પર તેમના ઉમેદવાર ઊભા રાખવાની માગ કરવામાં આવી હતી. જે પછી છ બેઠક માટે NCPએ તેમના ઉમેદવાર ઊભા રાખવાની માગ કરવામાં આવી હતી.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય પક્ષો જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ આ ચૂંટણીનો જંગ જીતવા અલગ રણનીતિ ઘડી છે. કોંગ્રેસે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા શુક્રવારે ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારે હવે આગામી નવી યાદી જાહેર કરતા પહેલા કોંગ્રેસ અને NCPએ ગઠબંધન કર્યુ છે, આ ગઠબંધન વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ અને NCP વચ્ચે થયુ છે.

ગુજરાત ઇલેકશન 2022 : દેવગઢ બારીયા, ઉમરેઠ અને નરોડા બેઠક પર ગઠબંધન

કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થશે કે કેમ તેને લઇને ઘણા સમયથી અસમંજસ હતી. કારણ કે આ પહેલા NCP દ્વારા ચાર બેઠક પર તેમના ઉમેદવાર ઊભા રાખવાની માગ કરવામાં આવી હતી. જે પછી છ બેઠક માટે NCPએ તેમના ઉમેદવાર ઊભા રાખવાની માગ કરવામાં આવી હતી. જો કે હવે NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. દેવગઢ બારીયા, ઉમરેઠ અને નરોડા બેઠક પર NCP પોતાના ઉમેદવાર ઊભા રાખશે. ત્રણ બેઠકો પર ઉમેદવારોને NCPના મેન્ડેટ પર ચૂંટણી લડાવવામાં આવશે. અમદાવાદમાં NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે ચર્ચા બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

તો કોંગ્રેસ દ્વારા મીડિયા સમક્ષ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે માત્રને માત્ર ત્રણ બેઠક પર જ ગઠબંધન કરવામાં આવ્યુ છે. NCPના ઘણા ઉમેદવારોને ટિકિટ મેળવવાની લાગણી હશે. જો કે અમાપુ ગઠબંધન આ ત્રણ બેઠક પર જ કરવામાં આવ્યુ છે. આ સાથે જ જગદીશ ઠાકોર દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે વિધાનસભા ચૂંટણીમાં અને સાથે મળીને લડીશું. અમે 125 બેઠક સાથે ગુજરાતમાં સરકાર આપીશું.

g clip-path="url(#clip0_868_265)">