નવ પરિણીત પત્નીનું કૃત્ય, લગ્નના બે જ દિવસમાં પતિનું કર્યુ અપહરણ, ગળુ દબાવી કેનાલમાં ફેંક્યો હોવાની આશંકા- Video

| Edited By: | Updated on: Dec 14, 2024 | 6:35 PM

ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં લગ્નના માત્ર બે દિવસ બાદ પત્નીએ પોતાના પતિનું અપહરણ કરાવ્યું છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું.

ગાંધીનગરમાં લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું અપહરણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. યુવતીએ તેના પ્રેમી સાથે મળી પતિનું અપહરણ કરાવ્યું હતું. ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું અપહરણ કરવાની ઘટના સામે આવી હતી.

અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં યુવક ગાંધીનગર પત્નીને લેવા માટે ગયો હતો જે દરમ્યાન આ ઘટના બની હતી. પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળી સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્પોટ થયો હતો. મહત્વનું છે કે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

યુવકના અપહરણને લઈને યુવકના 100થી વધુ સગા સંબધીઓ અડાલજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો. ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપી ઝડપાયા છતાં યુવકની ભાળ ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઘટના એવી હતી કે, પતિ જ્યારે અમદાવાદથી ગાંધીનગર પત્નીને લેવા ગયો ત્યારે તેણી પોતાના પતિની માહિતી તેના મિત્રને આપતી હતી. જેને આધારે પતિ ભાવિક જ્યારે અમદાવાદ પહોંચ્યો ત્યારે તેની એક્ટિવાને ટક્કર મારી આરોપીઑ તેનું અપહરણ કરી લઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર અપહરણકર્તાઓએ પતિનુ દુપટ્ટા વડે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ તેને કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે tv9 તેની પુષ્ટિ કરતુ નથી. હજુ સુધી અપહ્યત યુવાનની કોઈ ભાળ મળી નથી. યુવકની ગુમ થવાની જાણ થતા જ તેના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. હાલ પોલીસે અપહ્યત યુવાનને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે

Published on: Dec 14, 2024 06:35 PM