વર્ષ 2023નું પાપ અને વર્ષ 2026માં હિસાબ, સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષની જેલ અને લાખોનો દંડ – જુઓ Video

| Edited By: | Updated on: Apr 29, 2026 | 6:29 PM

વાવ-થરાદ સેશન્સ કોર્ટે વર્ષ 2023માં સગીરા પર થયેલા દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સુઈગામ પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં, બિસ્કિટ લેવા નીકળેલી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 1.75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વાવ-થરાદ સેશન્સ કોર્ટે વર્ષ 2023માં બનેલી દુષ્કર્મની ઘટનામાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. બિસ્કિટ લેવા ઘરેથી નીકળેલી સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં સુઈગામ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે. કોર્ટે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ આરોપીને 20 વર્ષની સજા અને 1.75 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. આરોપી જો દંડ નહીં ભરે, તો વધુ 7 માસની સખત કેદની સજા થશે.

મહત્વનું છે કે, આરોપીએ સગીરાને બિસ્કિટ લેવા માટે મોકલી હતી અને ત્યારબાદ આરોપી પોતાના ઘરમાં જતો રહ્યો હતો. સગીરા જ્યારે આરોપીને બિસ્કિટ આપવા તેના ઘરમાં જાય છે, ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરે છે.

Breaking News: વડોદરા SSG હોસ્પિટલમાં ઘોર બેદરકારી, કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જતા પરિવારનો રોષ, જુઓ Video

Follow Us