ગુજરાત કોંગ્રેસનો મહત્વનો નિર્ણય, લોકસભા માટે ઉમેદવાર સીધી દાવેદારી નહીં કરી શકે

ગુજરાત કોંગ્રેસનો મહત્વનો નિર્ણય, લોકસભા માટે ઉમેદવાર સીધી દાવેદારી નહીં કરી શકે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2024 | 1:45 PM

પ્રદેશ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ અને ઈલેક્શન કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે હવે લોકસભાને લઈ ઉમેદવારોને પસંદ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. બેઠક દરમિયાન અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક નિર્ણય એ લેવામાં આવ્યો છે, કે કોંગ્રેસમાં સીધી દાવેદારી કરી શકાશે નહીં. પક્ષના માળખાના આધારે જ ઉમેદવારોને નામો પર વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને ઝડપથી ઉમેદવાર પસંદગી કરવામાં આવશે.

કોંગ્રેસે હવે લોકસભાની ચૂંટણીઓને લઈ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ અને ઈલેક્શન કમિટીની બેઠક યોજવામાં આવી છે. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઈ નિર્ણય કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈ મહત્વનો નિર્ણય કરાયો હતો કે, કોઈએ સીધી ઉમેદવાર તરીકે દાવેદારી કરી શકાશે નહીં, તાલુકા અને જિલ્લા તરફથી આવતા નામના આધારે જ ઉમેદવારની પસંદગી પર વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો

શું રહ્યા બેઠકના મહત્વના મુદ્દા?

  • લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ સીધી દાવેદારી કરવી નહીં
  • સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરાશે
  • ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસની તૈયારી
  • જાન્યુઆરી અંત સુધીમાં બેઠકદીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે
  • ફેબ્રુઆરી અંત સુધી 26 પૈકી મોટા ભાગના ઉમેદવારો નક્કી કરવા નિર્ણય
  • લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારને 2 મહિનાનો સમય આપવાનું આયોજન
  • સિંગલ નામોને પહેલાથી જ લોકસભા તૈયારીઓ માટે કહી દેવાશે

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 06, 2024 01:44 PM
g clip-path="url(#clip0_868_265)">