Gandhinagar : ઇંધણના વધતા ભાવ સામે કોંગ્રેસ નેતાઓનો અનોખો વિરોધ, વિધાનસભા સંકુલમાં સાયકલ લઈને પહોંચ્યાં

Gandhinagar : ઇંધણના વધતા ભાવ સામે કોંગ્રેસ નેતાઓનો અનોખો વિરોધ, વિધાનસભા સંકુલમાં સાયકલ લઈને પહોંચ્યાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 11:50 PM

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તુ કરવાની માંગ સાથે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા વિધાનસભા સંકુલમાં સાયકલ લઈને પહોંચ્યાં હતા અને વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યાં હતા.

પેટ્રોલ ડીઝલમાં સતત વધતા ભાવને લઇ હવે ગુજરાત(Gujarat)  કોંગ્રેસ(Congress)  આક્રમક મુડમાં આવી છે.ઇંધણના વધતા ભાવ સામે(Fuel Price Hike)  ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓએ અનોખો વિરોધ નોઁધાવ્યો હતો. પેટ્રોલ ડીઝલ સસ્તુ કરવાની માંગ સાથે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા વિધાનસભા સંકુલમાં સાયકલ લઈને પહોંચ્યાં હતા અને વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યાં અને કહ્યું કે અગાઉ સરકારે દેશના પાંચ રાજ્યમાં ચૂંટણી હતી એટલે ઇંધણના ભાવ ઘટાડ્યાં હતા પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે..એટલે ફરી ભાવમાં વધારો ઝીંકાયો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. આજે પેટ્રોલમાં 80 પૈસા તો ડીઝલમાં 82 પૈસાનો વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં પેટ્રોલમાં 6.31 અને ડીઝલમાં 6.57 રૂપિયાનો વધારો નોંધાયો છે.

આ સાથે હવે પેટ્રોલનો નવો ભાવ 101.5 રૂપિયા તો ડીઝલનો નવો ભાવ 96.02 રૂપિયા થયો છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો.

31 માર્ચથી 7 એપ્રિલ સુધી દેશભરમાં રેલીઓ અને કૂચ કરવાની યોજના

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તે સ્થાનિક ટેક્સના આધારે દરેક રાજ્યમાં અલગ-અલગ ભાવ વધારો થયો છે. જોકે, દરેક રાજ્યમાં સરેરાશ 70થી 80 પૈસાની આસપાસ ભાવ વધારો થયો છે.પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની વધતી કિંમતોના વિરોધમાં વિરોધ પક્ષે ત્રણ તબક્કાના અભિયાનની પણ જાહેરાત કરી છે ‘મોંઘવારી-મુક્ત ભારત અભિયાન’ જેના માટે તેઓ 31 માર્ચથી 7 એપ્રિલ સુધી દેશભરમાં રેલીઓ અને કૂચ કરવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો :  છોટા ઉદેપુર : મુવાડા ગામના એક મકાનમાં દીપડો ઘુસ્યો, પાંચ જેટલા લોકોને પહોંચાડી ઇજા, ગામમાં દહેશતનો માહોલ

આ પણ વાંચો :  Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો

g clip-path="url(#clip0_868_265)">