AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ પ્રત્યે વારંવાર નારાજગી વ્યક્ત કરનાર હાર્દિક પટેલ અંગે રઘુ શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ ''હાર્દિકે પક્ષની શિસ્ત જાળવવી જોઇએ''

કોંગ્રેસ પ્રત્યે વારંવાર નારાજગી વ્યક્ત કરનાર હાર્દિક પટેલ અંગે રઘુ શર્માએ તોડ્યુ મૌન, કહ્યુ ”હાર્દિકે પક્ષની શિસ્ત જાળવવી જોઇએ”

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 8:58 AM
Share

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) અંતે તેમની ચુપ્પી તોડી છે અને હાર્દિક પટેલ (Hardik Patel) અંગે નિવેદન આપ્યુ છે. રઘુ શર્માએ મીડિયા સમક્ષ એક નિવેદનમાં જણાવ્યુ છે કે હાર્દિક પટેલે પક્ષની શિસ્તતામાં રહીને કામ કરવુ જોઇએ.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને રાજકીય પક્ષ કોંગ્રેસમાં જાણે અંદરો અંદર ઘમાસાણ ચાલુ થયુ છે. કોંગ્રેસ (Congress) નેતા હાર્દિક પટેલે (Hardik Patel) અત્યાર સુધીમાં વારંવાર મીડિયા સમક્ષ પોતાના પક્ષ પ્રત્યે નારાજગીના સૂર દર્શાવેલા છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) અંતે તેમની ચુપ્પી તોડી છે અને હાર્દિક પટેલ અંગે નિવેદન આપ્યુ છે. રઘુ શર્માએ મીડિયા સમક્ષ એક નિવેદનમાં જણાવ્યુ છે કે હાર્દિક પટેલે પક્ષની શિસ્તતામાં રહીને કામ કરવુ જોઇએ. પક્ષના નિયમ બધા માટે સરખા છે. તો નરેશ પટેલ અંગે વાત કરતા રઘુ શર્માએ જણાવ્યુ કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાશે.

હાર્દિકને પક્ષના નિયમો સમજાવ્યા

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયથી પક્ષના નેતૃત્વને લઇને સવાલો ઉઠાવેલા છે. હાર્દિક પટેલે અનેક વાર મીડિયા સમક્ષ કોંગ્રેસથી નારાજગી હોવાનું પણ જણાવ્યુ છે. જો કે અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસ નેતાઓ તરફથી તેના કોઇ જવાબો આપવામાં આવતા ન હતા. જો કે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મૌન તોડ્યુ છે. રઘુ શર્માએ જણાવ્યુ કે, હાર્દિક પટેલે પક્ષની શિસ્તમાં રહીને કામ કરવું જોઇએ. હાર્દિકે પક્ષની શિસ્ત ન તોડવી જોઇએ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને ચીમકી ઉચ્ચારી અને કહ્યું કે હાર્દિક પક્ષની શિસ્તમાં રહીને પોતાની વાત રજૂ કરે. નિયમમાં રહીને હાર્દિકે કામ કરવું જોઇએ. મીડિયામાં નિવેદનબાજી હાર્દિકે બંધ કરવી જોઇએ. પાર્ટીમાં રહીને મીડિયામાં પાર્ટી વિરુદ્ધ બોલવું યોગ્ય નથી. હાર્દિક પટેલ એક ક્ષમતાવાન યુવાન છે. પરંતુ પાર્ટીના નિયમ દરેક માટે સમાન છે. પાર્ટીથી કોઇ મોટું નથી.

નરેશ પટેલ અંગે કહી આ વાત

તો વધુમાં રઘુ શર્માએ કહ્યું કે નરેશ પટેલ અંગે ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે. નરેશ પટેલ સાથે હું સંપર્કમાં છું. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા માગે છે. પરંતુ કેટલીક રાજકીય ચર્ચાનું સામાધાન બાકી છે. ટુંક સમયમાં જ નરેશ પટેલ અંગે નિર્ણય લેવાશે.

g clip-path="url(#clip0_868_265)">