Ahmedabad: જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન, જુઓ Video

Ahmedabad: જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 1:05 PM

વહેલી સવારે મુખ્યપ્રધાને મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા. તેમણે ભગવાનની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. જનસંપર્ક હેતુ અંતર્ગત રથયાત્રા પહેલા મુખ્યપ્રધાને મંદિર પહોંચી સરકારની 9 વર્ષની કામગીરીની બૂક મહંત દિલીપદાસજીને અર્પણ કરી હતી.

Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) રથયાત્રાની (Rathyatra)  તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે યાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. વહેલી સવારે મુખ્યપ્રધાને મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા. તેમણે ભગવાનની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. જનસંપર્ક હેતુ અંતર્ગત રથયાત્રા પહેલા મુખ્યપ્રધાને મંદિર પહોંચી સરકારની 9 વર્ષની કામગીરીની બૂક મહંત દિલીપદાસજીને અર્પણ કરી હતી. તો મહંત દ્વારા CM ભૂપેન્દ્ર પટેલને ભગવાન જગન્નાથજીની તસવીર ભેટ સ્વરૂપે અપાઈ હતી.

આ પણ વાંચો-Breaking News : બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિનહરીફ વરણી, નિયામક મંડળીની બેઠકમાં કરાઇ જાહેરાત

અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. સુરક્ષામાં કોઈપણ કચાશ બાકી ન રહે તે માટે પોલીસે વ્યાપક પ્રમાણમાં તૈયારી શરૂ કરી છે. રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું છે. યાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીસની બાજ નજર છે.

અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા  બંદોબસ્ત જાળવવા માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">