અંબાજીથી CM ભુપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, જુઓ વીડિયો
બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી યાત્રાધામથી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. અંબાજીથી રથયાત્રા શરુ કરાઈ છે, જે અંતર્ગત 8 રથ ગુજરાતમાં ફરશે અને કેન્દ્ર સરકારની સિદ્ધીઓને વર્ણવશે. જનજાતી ગૌરવ દિવસે આ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલા અંબાજી શક્તિપીઠ મંદિરે દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસે ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે અંબાજીથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવતા લીલીઝંડી ફરકાવી હતી. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 8 રથ ગુજરાતમાં ફરશે અને કેન્દ્ર સરકારની સિદ્ધીઓને વર્ણવશે. આગામી જાન્યુઆરી માસ સુધી આ રથયાત્રા ગુજરાતમાં ફરશે.
આ પણ વાંચોઃ હિંમતનગરમાં ફટાકડાં ફોડવાને લઈ વૃદ્ધની હત્યા, 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરીને આ પહેલા પુજા અર્ચના કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત સહિત પ્રધાન અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચીખલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને જાહેરસભાને સંબોધી હતી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 15, 2023 04:05 PM