Gujarat માં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુપોષણ મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

Gujarat માં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુપોષણ મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:11 PM

સુરતમાં દૂધ ઉપરાંત યોગ્ય પોષક તત્વો ધરાવતા એક લાખથી વધુ ચોકલેટ બારનું વિતરણ કરાશે. રાજ્યમાં ગર્ભવતી બહેનોને દાળ, ઘી, કઠોળ સહિતની જરૂરી ચીજવસ્તુ પૂરી પાડવાનો સરકારે પ્લાન બનાવ્યો છે.આ સુપોષણ મહા અભિયાન થકી સ્વસ્થ બાળકો અને સ્વસ્થ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat) સુપોષણ મહા અભિયાનનો(Nutrition)  ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે (CR Paatil) પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં 13 લાખ બાળકો કુપોષિત છે. આ તમામ બાળકોને જિલ્લા દીઠ વ્યક્તિ કે સંસ્થા દત્તક લઈને યોગ્ય આહાર આપશે. મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા 4 હજાર બાળકોને દત્તક લેવાયા છે. આ બાળકો દીઠ રોજ 200 ગ્રામ દૂધ ત્રણ મહિના અપાશે. તો સુરતમાં દૂધ ઉપરાંત યોગ્ય પોષક તત્વો ધરાવતા એક લાખથી વધુ ચોકલેટ બારનું વિતરણ કરાશે. રાજ્યમાં ગર્ભવતી બહેનોને દાળ, ઘી, કઠોળ સહિતની જરૂરી ચીજવસ્તુ પૂરી પાડવાનો સરકારે પ્લાન બનાવ્યો છે.આ સુપોષણ મહા અભિયાન થકી સ્વસ્થ બાળકો અને સ્વસ્થ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં આવશે.

ત્રણ મહિના સુધી આંગણવાડીમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર તરીકે આપવાનો નિર્ણય

મહેસાણા જિલ્લા દૂધસાગર ડેરી દ્વારા મહેસાણા જિલ્લાના 453 બાળકોને સુપોષિત કરવા માટે “અમૂલ મોતી”  દૂધ  આપશે. આ દૂધ 45 દિવસ સુધી રેફ્રીજરેટર વિના સુરક્ષિત રાખી શકાય છે.અલ્ટ્રા હિટ ટ્રીટમેન્ટથી તૈયાર થયેલ 160 એમ..એલ દુધ આવનાર ત્રણ મહિના સુધી આંગણવાડીમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર તરીકે આપવાનો નિર્ણય દુધ સાગર ડેરી દ્વારા કરાયો છે.

એક-એક કુપોષિત બાળક દત્તક લેવા અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કુષોપણ સામે નિર્ણાયક લડાઈ લડવા ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી. ખેડા જિલ્લામાં યોજાયેલા સંમેલનમાં તેમણે ભાજપના એક-એક કાર્યકરને એક-એક કુપોષિત બાળક દત્તક લેવા અપીલ કરી હતી. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક જીતવા અંગે બુથ પ્રમુખોની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કૂપોષણ સામે લડવા માટે તમામ કાર્યકરે કૂપોષિત બાળકોને દત્તક લેવા પણ પ્રદેશ અધ્યક્ષે અપીલ કરી હતી.

 

આ પણ વાંચો :  Ahmedabad : સાવકા પિતાએ સગીરા સાથે શારીરીક છેડછાડ કરી, ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો :  ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ, પાટીદાર નેતા નરેશ પટેલ થામી શકે છે કોંગ્રેસનો હાથ

 

Published on: Mar 30, 2022 07:02 PM
g clip-path="url(#clip0_868_265)">