ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, પાક ધિરાણ મુદ્દે ખેડૂતોને રાહત આપી

|

Apr 22, 2022 | 9:52 PM

કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર ન કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં. જો કે, રાજ્ય સરકાર દ્વારા હવે પાક ધિરાણ સહાયના 4 ટકાનો પરિપત્ર કરતાં ખેડૂતોને મોટી રાહત મળશે.

ગુજરાતના(Gujarat)  ખેડૂતો(Farmers) માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે પાક ધિરાણ(loan)  મુદ્દે ખેડૂતોને મોટી રાહત આપી છે.ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકારે 4 ટકા વ્યાજની સહાય છુટી કરી છે. ખેડૂતો હવે બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક સહાય ધિરાણ મેળવી શકશે. જેથી રાજ્યના ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. મહત્વનું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને કૂલ 7 ટકા પાક ધિરાણની સહાય આપતી હોય છે. જેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર અને 4 ટકા રાજ્ય સરકાર આપે છે.

આમ ખેડૂતો દર વર્ષે બેન્કો અને સહકારી મંડળીઓમાં પાક ધિરાણ સહાય ખેડૂતો લેતા હોય છે. તેનું જે વ્યાજ હોય છે. તે સરકાર લેતી હોય છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે પરિપત્ર જાહેર ન કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં. જો કે, રાજ્ય સરકાર દ્વારા હવે પાક ધિરાણ સહાયના 4 ટકાનો પરિપત્ર કરતાં ખેડૂતોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો :  Bhavnagar : હવે તો પ્રાથમિક શાળાઓના પેપર પણ સલામત નથી, ધોરણ 7ની પરીક્ષા આખરે રદ કરાઇ

આ પણ વાંચો :  GSRTC દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે વધુ બસો દોડાવશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:50 pm, Fri, 22 April 22

Next Video