ગુજરાત એટીએસે મુઝફફરનગરમાં દરોડા પાડયા, 20 કિલો ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ પેડલરને ઝડપ્યા

ગુજરાત એટીએસે(Gujarat ATS) હેરોઇન રિસીવર કરનાર હૈદર રાજી પાસેથી અગાઉ 35 કિલો ડ્રગ્સ પકડાયું હતું અને હૈદર રાજીએ આ હેરોઇન મુઝફરનગરની એક ફેકટરીમાં રાખ્યું હતું.હાલમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ATSની તપાસ ચાલુ હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 9:13 PM

ગુજરાતમાં  કચ્છના(Kutch) જખોમાંથી પકડાયેલ હેરોઇન કેસમાં ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે.દિલ્લીથી વધુ પકડાયેલા ચાર આરોપીને લઈ ગુજરાત ATSએ મુઝફફરનગરમાં( Muzaffarnagar)  દરોડા પાડયા છે.ગુજરાત ATS અને મુઝફરનગર ક્રાઇમ બ્રાંચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડયા હતા. જેમાં 20 કિલો ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ પેડલરને ઝડપી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,.હેરોઇન રિસીવર કરનાર હૈદર રાજી પાસેથી અગાઉ 35 કિલો ડ્રગ્સ પકડાયું હતું અને હૈદર રાજીએ આ હેરોઇન મુઝફરનગરની એક ફેકટરીમાં રાખ્યું હતું.હાલમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ATSની તપાસ ચાલુ હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATS આગામી દિવસોમાં દેશભરમાં પથરાયેલા નશાના નેટવર્કનો પર્દાફાશ કરશે.

ઉલ્લેખનીય છે કે,  ગુજરાત એટીએસે છેલ્લા અઠવાડિયામાં 436 કિલો હેરોઇન કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત 2180 કરોડ રૂપિયા થાય છે. એસિડિક એનાઇડ્રેસ મેળવીને ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. ડ્રગ્સ માફિયાઓ દોઢ વર્ષથી એક્ટિવ થયા છે. તેમજ આરોપી નવા પેતરા અપનાવી રહ્યા છે. આ ઉપરાંત કંડલા પોર્ટ પર કનસાઇન્ટમેન્ટ અને જખૌમાંથી ડ્રગ્સ પકડાયું હતું.કંડલા પોર્ટમાંથી 205 કિલો હેરોઇન પકડાયું હતું.જેમાં DRI તપાસ કરી રહ્યું છે.

કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો  જથ્થો ઝડપાયો હતો. જેમાં ડીઆરઆઇ, કસ્ટમ અને એટીએસનું સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો ઝડપાયો છે. જેમાં પોર્ટ પરના કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે.

આ પણ વાંચો :  અમદાવાદના મણિનગરમાં શાકભાજી વેચતા વ્યક્તિની એક કિડનીમાંથી નીકળી 250થી વધુ પથરી

આ પણ વાંચો : Arvalli: ક્વોરી ઉદ્યોગે બ્લેક ટ્રેપનો સપ્લાય બંધ કર્યો, અમદાવાદ-ગાંધીનગરના કન્સ્ટ્રકશન બિઝનેશ પર ઉતરી શકે છે મુશ્કેલી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">