Surat : 800 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીઓએ કર્યા મોટા ખુલાસા, જાણો શું કહ્યું, જુઓ Video
સુરતના કેરાલી ગામમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનો કેસમાં સતત નવા ખુલાસા થતા રહે છે. ત્યારે બાતમીના આધારે ગુજરાત ATSએ મુંબઈના ભિવંડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી કરોડાનું ડ્રગ્સ ઝડપાયુ છે.
સુરતના કેરાલી ગામમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનો કેસમાં સતત નવા ખુલાસા થતા રહે છે. ત્યારે બાતમીના આધારે ગુજરાત ATSએ મુંબઈના ભિવંડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. ભિવંડીના ફલેટમાંથી રૂ.800 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયુ છે. કરોડોના ડ્રગ્સનાં જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરતની ફેકટરીમાંથી અગાઉ પણ રૂ. 51 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.
ATSની પ્રાથમિક તપાસમાં થયા અનેક ખુલાસા
ગુજરાત ATSની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મહોમંદ યુનુસ નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ આરોપી અગાઉ દાણચોરીના ગુનામાં સંડોવાયેલો હતા.મહોમંદ યુનુસ નામનો આરોપી દુબઇથી ગોલ્ડ, ઇલેક્ટ્રિક સહિતની ચીજવસ્તુઓની દાણચોરી કરતો હતો. જોકે દાણચોરી બાદ તેઓએ અન્ય એક આરોપી સાથે મળીને ડ્રગ્સના વેપલામાં ઝંપલાવ્યું હતું. મુંબઇમાં ડ્રગ્સ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો.