થાઈલેન્ડની ધરતી પર ગુજરાત ATSની સર્જિકલ સ્ટ્રાઈક! સુરતના શખ્સે મોકલેલો 14 કિલો નશીલી દવાનો જથ્થો વિદેશમાં સીઝ – જુઓ Video

| Edited By: | Updated on: Mar 07, 2026 | 5:55 PM

ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ નશીલી દવાઓના એક મોટા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના એક શખ્સે ફાર્મસી દવાના નામે એર કાર્ગો દ્વારા થાઈલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં નશીલી દવાઓ મોકલવાનું નેટવર્ક ઊભું કર્યું હતું.

ગુજરાત ATS દ્વારા નશીલી દવાઓના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એર કાર્ગો દ્વારા નશીલી દવા મોકલવાના આ નેટવર્કમાં જોડાયેલ સુરતના નિકુંજ ગઢિયાની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ATS એ 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પ્રતિ કિલો 4 થી 5 હજાર ડોલર જેટલી છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ફાર્મસી દવાના સેમ્પલ તરીકે ખોટી જાહેરાત કરી આ જથ્થો થાઈલેન્ડ અને મલેશિયાના ડ્રગ કાર્ટેલને મોકલતો હતો. મલેશિયા અને થાઈલેન્ડમાં આ દવાનો ઉપયોગ નશા માટે કરવામાં આવે છે.

નોંધનીય છે કે, ભારતમાં આ દવા પર પ્રતિબંધ નથી પરંતુ તેની નિકાસ કરવા માટે પરવાનગી લેવી જરૂરી છે, જ્યારે થાઈલેન્ડમાં તેનું વેચાણ કે ખરીદી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ATS એ થાઈલેન્ડમાં પણ 14 કિલો જેટલો જથ્થો સીઝ કરાવ્યો છે અને આરોપીને પકડીને આગળની તપાસ તેજ કરી છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો