Breaking News: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, ગૃહમાં રજુ કરવામાં આવશે 9 વિધેયક

| Edited By: | Updated on: Sep 09, 2026 | 12:35 PM

સત્ર દરમિયાન સરકારી કામકાજ અને કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરાશે. ચોમાસુ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિધેયકો રજૂ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. 9થી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં સરકારી કામકાજ ઉપરાંત કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની શરૂઆતમાં ગૃહ દ્વારા દિવંગત સભ્યોને શોકાંજલિ અર્પણ કરવામાં આવશે.

9 વિધેયક ગૃહમાં રજૂ કરાશે

ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિવિધ મુદ્દાઓને લગતા આ વિધેયકો રજૂ થયા બાદ તેના પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે અને સરકારી કામકાજ આગળ વધારવામાં આવશે.

અછત અને ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચાની શક્યતા

રાજ્યમાં અછતની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો પણ સત્ર દરમિયાન ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. વરસાદની સ્થિતિ, ખેતી અને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ શકે છે.

સત્ર પહેલા ભાજપની બેઠક

વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલાં સવારે 10 વાગ્યે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી કામકાજ અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ દિવસના ટૂંકા સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ગરમાગરમી થવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો- Ahmedabad Breaking News : અમદાવાદમાં AMCનો મોટો નિર્ણય, હવે બેકરી-નાસ્તાના પેકેટ પર લેબલિંગ ન કર્યુ તો એકમ થશે સીલ!

Published on: Sep 09, 2026 11:51 AM
Follow Us
Loading...
Unable to load recommendations.