અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલને મળ્યો ધમકી ભર્યો કોલ, 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી, જુઓ Video

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલને મળ્યો ધમકી ભર્યો કોલ, 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2024 | 2:51 PM

આવતીકાલે 15 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ધામ ધૂમથી થવાની છે. અમદાવાદમાં પણ 15 ઓગસ્ટનો પર્વ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. જો કે સ્વતંત્રતા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રુમને એક ધમકીભર્યો કોલ મળ્યો છે. જેને લઇને પોલીસ દોડતી થઇ છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલને 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો કોલ મળ્યો છે. જો કે કોલ કરનારની ઓળખ થઈ ગઇ છે. આ સાથે જ ક્રાઇમ બ્રાંચની એક ટીમ કોલ કરનાર વ્યક્તિને પકડવા માટે રવાના થઇ ગઇ છે. થોડા જ સમયમાં ધમકી આપનારની ધરપકડ કરી લેવામાં આવશે.

ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી રહી છે.ટેકનિકલ એનાલિટિક્સની મદદથી જ કોલ કરનારની ઓળખ થઇ ગઇ છે.પોલીસે આરોપીને પકડી લેવા અને તેણે આ કરતુત કેમ કરી તે જાણવા તજવીજ શરુ કરી છે.

Published on: Aug 14, 2024 02:51 PM