કોરોના બાદ લમ્પી વાયરસનો આતંક, 15 જિલ્લાઓ ‘લમ્પી’ની લપેટમાં આવતા તંત્રની વધી ચિંતા

|

Jul 29, 2022 | 6:37 AM

લમ્પીની (Lumpy Virus) લપેટમાં 15થી વધુ જિલ્લા આવી જતા હાહાકાર મચી ગયો છે. હજારથી વધુ પશુઓના ટપોપટ મોત થતા હાલ પશુપાલન વિભાગ દોડતુ થયું છે.

કોરોના બાદ લમ્પી વાયરસનો આતંક, 15 જિલ્લાઓ લમ્પીની લપેટમાં આવતા તંત્રની વધી ચિંતા
Lumpy Virus

Follow us on

Gujarat Lumy Virus : રાજ્યભરના પશુપાલકો પર લમ્પી નામનું  મોટું જોખમ ઉભું થયું છે. દરરોજ નવા- નવા જિલ્લામાં લમ્પી વાયરસ (lumpy Virus) પ્રસરી રહ્યો છે. રાજ્યના 15 જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેમાં જામનગર,(jamnagar)  કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાતા પશુપાલકોની ચિંતા વધી છે. હવે અમરેલી (Amreli) પંથકની વાત કરીએ તો જામબરવાળા, દરેડ, શિરવાણિયા અને ઇશ્વરિયા, નાની કુંડળ, કરીયાણા, ખંભાળા, સુખપર, લાલકા, સમઢિયાળા, પ્રતાપપરા તેમજ લીલીયા તાલુકાના ખારા ગામે લમ્પી વાયરલ ફેલાયો છે. અત્યાર સુધીમાં 280 કેસો(lumpy Virus Case)નોંધાયા છે.

જેમાં બાબરા તાલુકાના ઈશ્વરીયામાં 95, નાની કુંડળમાં 29, કરીયાણામાં 65, લીલીયાના ખારામાં 41 ઉપરાંત અન્ય 50 કેસોનો સમાવેશ થાય છે.જ્યારે અમરેલી જિલ્લામાં બે પશુઓના મોત થયા છે. અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં અત્યાર સુધીમાં 5813 ગૌવંશ, 1937 ભેંસો મળીને કુલ 7750 પશુઓનું રસીકરણ કરાયું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પાટણમાં લમ્પી વાયરસની એન્ટ્રી

આ તરફ પાટણ (patan)  જિલ્લામાં લમ્પી વાયરસની એન્ટ્રીથી હડકંપ મચી ગયો છે.જિલ્લામાં 50થી વધુ પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.તો બીજી તરફ સંક્રમણ વધતાજિલ્લા પશુપાલન વિભાગની ટીમે સર્વ કામગીરી શરૂ કરી છે.તો બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસથી કુલ 15 પશુઓનાં મોત થયા છે.સાથે જ એક જ દિવસમાં 266 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 844 પશુઓ અસગ્રસ્ત થયા છે.તેમની સારવાર શરૂ છે.તો બીજી તરફ હવે સરકાર (gujarat Govt) પણ સક્રિય થઈ છે.રાજ્યના 1,000 થી વધુ ગામોમાં આ રોગ વકર્યો છે.ત્યારે સ્વસ્થ પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 3.10 લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

Published On - 8:19 am, Wed, 27 July 22

Next Article