Tapi : વાલોડ તાલુકાના બાજીપુરામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, જુઓ Video

| Edited By: | Updated on: Jan 26, 2025 | 12:16 PM

તાપીના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉજવણી દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની હાજરી હતી.

રાષ્ટ્રધ્વજને સલામી બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. પોલીસ વિભાગ દ્વારા મ્યુઝિકલ બેન્ડ, સાંસ્કૃતિ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ ડોગ શો, મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પરેડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

બીજી તરફ ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના 300થી વધુ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.