GTUનો મોટો નિર્ણય: ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કોર્સ બંધ કરવામાં આવ્યો
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ માતૃભાષાને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકાયો હતો. જેને ધ્યાનમાં રાખીને GTU (ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી) દ્વારા વર્ષ 2022માં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા હતો.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ માતૃભાષાને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકાયો હતો. જેને ધ્યાનમાં રાખીને GTU (ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી) દ્વારા વર્ષ 2022માં મહેસાણાની જીપેરી કોલેજમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગના કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા.
સિવિલ, કમ્પ્યુટર, મેકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચાર શાખાઓમાં 30-30 બેઠકો સાથે ડિગ્રીના અભ્યાસક્રમો શરૂ કરાયા હતા. જો કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની નોંધપાત્ર હાજરી રહી નહોતી. 2024માં તો એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો ન હતો. પરિણામે હવે વર્ષ 2025-26થી આ કોર્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ માને છે કે, માતૃભાષામાં ભણવું સહેલું હોય છે પણ એન્જિનિયરિંગ અને ટેકનિકલ વિષયમાં અંગ્રેજી વધુ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે તેમાં મોટા ભાગના રિસર્ચ અને થિસિસ માટે અંગ્રેજી ભાષા જરૂરી બને છે. આ સિવાય મોટી સંસ્થાઓમાં નોકરી મેળવવા માટે હવે અંગ્રેજી જરૂરી બન્યું છે.
બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા મનિષ જોશીનું કહેવું છે કે, સરકારે ઉતાવળમાં નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે, ટેકનિકલ શિક્ષણ અંગ્રેજીમાં હોય તો જ સરળતા રહે છે. ટૂંકમાં જોઈએ તો, માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓએ જ નકારી દીધો.