Ahmedabad : વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા, 6 વર્ષથી લાભાર્થીઓ આવાસ મળવાની જોઈ રહ્યાં છે રાહ, જુઓ Video

|

Sep 22, 2024 | 4:13 PM

અમદાવાદમાં ફરી એક વાર AMCની બેદરકારી સામે આવી છે. વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા સામે આવી છે. 8 માર્ચ 2019માં શરુ કરાયેલુ થલતેજ આવાસનું કામ આજ સુધી પુરુ થયુ નથી. કોન્ટ્રાક્ટર સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કામ બંધ કરી દીધું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અમદાવાદમાં ફરી એક વાર AMCની બેદરકારી સામે આવી છે. વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા સામે આવી છે. 8 માર્ચ 2019માં શરુ કરાયેલુ થલતેજ આવાસનું કામ આજ સુધી પુરુ થયુ નથી. કોન્ટ્રાક્ટર સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કામ બંધ કરી દીધું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વર્ષ 2021 સુધીનો સમય પૂર્ણ થયો છતા કામ અધૂરું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમય પૂર્ણ થયો હોવા છતા કામ નહીં થતા AMCએ પગલા લીધા નથી. અનેક લાભાર્થીઓએ રુપિયા કંઈ પણ મળ્યુ નથી. 6 વર્ષથી લાભાર્થીઓ આવાસ મળવાની રાહ જોઈ રહ્યા છે. અનેક આવાસ જર્જરિત થવાની રાહ જોવાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વટવામાં 1000 થી વધુ જર્જરિત મકાન તોડી પાડ્યા !

બીજી તરફ અમદાવાદના વટવા વિસ્તારમાં EWSના 500થી વધારે આવાસ ઉપયોગ કર્યો વગર જ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર 15 વર્ષ પહેલા આ મકાનોનું બાંધકામ કરવામાં આવ્યુ હતુ પરંતુ જર્જરિત થઈ જતા આવાસ તોડી પાડવામાં આવ્યા છે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. જો કે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસના મકાનો કોઈને ફાળવવામાં આવ્યા ન હતા. આશરે 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Next Video