જુનાગઢ મનપાની ઘોર બેદરકારી, ચોમાસુ માથે છે છતા વોકળાના 200 જેટલા દબાણો દૂર નથી કર્યા- Video

જુનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસાની શરૂઆતને બસ હવે થોડા દિવસોની વાર છે પરંતુ મનપા તંત્ર હજુ ઘોર નીંદ્રામાં જ છે. કાળવા ચોકમાં 180 જેટલા દબાણો દૂર કરવા માટે 8 મહિના પહેલા નોટિસ ફરમાવાઈ છે જો કે આ દબાણો હજુ દૂર નથી કરાયા. જેના કારણે આ વર્ષે પણ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2024 | 5:11 PM

જુનાગઢ મહાનગરપાલિકાની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. કાળવાના વોકળા કાંઠે આવેલા 181 જેટલા દબાણો હજી સુધી દૂર નથી કર્યા. તંત્રએ 8 મહિના પહેલા માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે. નોટિસ બાદ પણ દબાણો દૂર નથી થયા ત્યારે, એ વાતનો ભય સર્જાયો છે કે ગત વર્ષની જેમ ફરી પૂર આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે. અત્રે નોંધનિય છે કે નોટિસ બાદ 7 દિવસમાં દબાણ દૂર કરી દેવાના હોય છે તો સ્વેચ્છાએ દબાણ દૂર ના થાય તો મનપાએ સ્વખર્ચે દબાણ તોડવાના હોય છે. પરંતુ, હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તંત્રને આ મુદ્દે સવાલ પૂછાયો, ત્યારે તેમણે જૂના કમિશનર પર ઢોળ્યું અને કહ્યું કે જૂના કમિશનરે નોટિસ આપી હતી. તેઓ હવે બદલાઇ ગયા છે. સાથે, એવું પણ જણાવ્યું કે, કેટલાંક લોકોએ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી મનાઇ હુકમના લીધે દબાણ દૂર નથી કર્યા.

પરંતુ અહીં, સવાલ ઉઠે કે, જૂના કમિશનરે જે નોટિસ આપી હતી. તેમાં ટાઉન પ્લાનિંગ અધિકારીની પણ સહી છે અને ટાઉન પ્લાનિંગ અધિકારી તો બદલાયા નથી. છતાં કામગીરીમાં ઢીલાશ કેમ? આવા સવાલ ઉઠાવ્યા છે એડવોકેટ કિરીટ સંઘવીએ. એવા પણ આક્ષેપ લાગ્યા છે કે, શું મોટા માથા હોવાથી દબાણ તોડવામાં નથી આવી રહ્યા.

મહત્વનું છે, 2023માં તંત્રએ દબાણ હટાવવા નોટિસ આપી હતી. 8 મહિના વીતી ગયા છતાં કામગીરી બાકી છે. ત્યારે એડવોકેટ કિરીટ સંઘવીએ પણ સવાલ ઉઠાવ્યા છે અને ગેરકાયદે દબાણ જલ્દી દૂર કરવા માગ કરી છે. ઉલ્લેખનીય છે, જો દબાણ દૂર નહીં થાય તો, ચોમાસાના ભારે વરસાદમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh 

આ પણ વાંચો: Rajkot: ગોંડલના વાસાવડ ગામમાં ખાબક્યો ભારે વરસાદ, બે કાંઠે વહેતી થઈ વાસાવડી નદી- જુઓ વીડિયો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ વિભાગની કાર્યવાહી
MP ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ કોલેરાને લઈ બેઠક યોજી, જુઓ
MP ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ કોલેરાને લઈ બેઠક યોજી, જુઓ
ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત !
ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત !
કોલેરાથી પાલનપુરમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, જુઓ
કોલેરાથી પાલનપુરમાં વધુ એકનું મોત, મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, જુઓ
ગુજરાતમાં મેઘ મહેર ! છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં મેઘ મહેર ! છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">