Rajkot: ધોરાજીમાં પાલિકાએ દૂષિત પાણી વિતરણ કરતા લોકોમાં ભારે રોષ, જુઓ Video
રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકાએ દૂષિત પાણી વિતરણ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો. રાજકોટના ધોરાજીમાં અત્યંત દુર્ગંધ મારતું પાણી નળમાં આવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
Rajkot : રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકાએ દૂષિત પાણી વિતરણ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો. રાજકોટના ધોરાજીમાં અત્યંત દુર્ગંધ મારતું પાણી નળમાં આવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. પાલિકાએ ફિલ્ટર કર્યા વગર પાણીનું વિતરણ કર્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. દૂષિત પાણી પીવાથી ધોરાજીમાં ભારે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.
આ પણ વાંચો : Rajkot : 33 કરોડની છેતરપિંડી કેસમાં ત્યાગવલ્લભ સ્વામીના આગોતરા જામીન પર થઈ સુનાવણી, કોર્ટ આવતીકાલે સંભળાવશે ચુકાદો
તો બીજી તરફ રાજકોટના ઉપલેટામાં મોજ નદીમાં પણ દૂષિત જોવા મળી છે. નદીનું પાણી દૂષિત બનતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. દૂષિત અને કેમિકલયુક્ત પાણીના કારણે મોજ નદીમાં ચારેતરફ ફીણ જોવા મળ્યું હતું. કેમિકલના પાણીથી નદીમાં ઝેરી ફીણની ચાદર જોવા મળી હતી. નદી પરના ચેકડેમમાંથી કેમિકલ માફિયાઓ નદીમાં કેમિકલ ઠાલવી ગયા હોવાની આશંકા હતી.
