‘સરકારી નોકરી’ પ્રજાની સેવા માટે છે કે જલસા કરવા માટે ? લેટલતીફ કર્મચારીઓની ‘ખુલી પોલ’, પ્રમુખે બધા કર્મીઓનો ઉધડો લીધો – જુઓ Video
સુરત જિલ્લા પંચાયતના નવા પ્રમુખે ચાર્જ સંભાળતાની સાથે જ કચેરીમાં અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ મુલાકાત દરમિયાન મોટાભાગના કર્મચારીઓ ગેરહાજર જણાતા સરકારી કર્મીઓની લેટલતીફી અને બેદરકારી સામે આવી છે.
સુરત જિલ્લા પંચાયતના નવા પ્રમુખે ચાર્જ સંભાળતાની સાથે જ કચેરીમાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી, જેમાં મોટાભાગના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. ટૂંકમાં કહીએ તો, લેટલતીફ કર્મચારીઓની પોલ ખુલી ગઈ હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતની કચેરીમાં સરકારી સુવિધા અને નાણાનો વ્યય થતો પણ સામે આવ્યો છે, કારણ કે કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં કચેરીમાં લાઈટ અને પંખા ચાલુ હાલતમાં હતા.
આ ગંભીર બેદરકારીને પગલે જિલ્લા પંચાયત પ્રમુખે ગેરહાજર અને મોડા આવતા લેટલતીફ કર્મચારીઓનો બરાબરનો ક્લાસ લીધો હતો. જણાવી દઈએ કે, જિલ્લા પંચાયત કચેરી ખાતે લોક સેવાના કાર્ય મોટી સંખ્યામાં કરવામાં આવે છે. લેટલતીફ કર્મચારીઓને લઈને દરેકના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે.
આ સવાલના જવાબ કોણ આપશે?
જનતાના ટેક્સના પૈસે મફતનો પગાર ખાવો છે પણ કામ નથી કરવું, આવું કેમ? સરકારી નોકરી પ્રજાની સેવા કરવા માટે છે કે પછી એસી ઓફિસમાં બેસીને જલસા કરવા માટે? લાઈટ-પંખા ચાલુ મૂકીને સરકારી નાણાંનો વેડફાટ કરતા આવા લેટલતીફ કર્મચારીઓ સામે હવે કડક પગલાં ક્યારે લેવાશે?
