Ahmedabad: ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા- જુઓ Video

| Edited By: | Updated on: Apr 26, 2026 | 2:31 PM

અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવારની ઉદય પટેલની દીકરીના આજે લગ્ન છે ત્યારે લગ્નની વિધિ વચ્ચે પણ તેઓ પરિવાર સાથે તેમના વિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા હતા. દીકરી પણ લગ્નની તૈયારીઓ વચ્ચે ગળામાં વરમાળા સાથે મતદાન કરવા પહોંચી હતી

લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી. આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે ત્યારે દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવુ જોઈએ. દર વર્ષની લોકશાહીના આ મહાપર્વમાં મતદાનના અનેક રંગ જોવા મળી રહ્યા છે. જેમા અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં એક દુલ્હન વરમાળા સાથે મતદાન કરવા પહોંચી છે. ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉદય પટેલની દીકરીના મતદાનના દિવસે જ લગ્ન છે અને ત્યારે મતદાન અને લગ્નની વિધિ બંને પેરેલલ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

ઉદય પટેલ લગ્નની વિધિ વચ્ચે પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કર્યુ હતુ. આ દરમિયાન તેમની પત્ની, દીકરી અને પુત્ર પણ તેમની સાથે જોડાયા હતા. દીકરી ગળામાં વરમાળા સાથે મતદાન કરવા પહોંચી હતી અને મતદાન કર્યુ હતુ. આ દરમિયાન tv9 સાથેની વાતચીતમાં ઉદય પટેલે જણાવ્યુ કે કે ઘરે લગ્નપ્રસંગ હોવાથી તેઓ મતદારો વચ્ચે જઈ શક્યા નથી અને પારિવારીક ફરજ હાલ અદા કરી રહ્યા છે. વિધિ પૂર્ણ કર્યા બાદ ઉદય પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. લગ્નની વિધિ પુરી થઈ ગઈ હતી અને કન્યાદાનની વિધિ બાકી રાખીને ઉદય પટેલ દીકરી અને પરિવારને લઈને વોટ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પત્નીએ મતદારોને પણ એવો સંદેશ આપ્યો કે પહેલા મતદાન પછી કન્યાદાન.

ગોમતીપુર વોર્ડના ભાજપ ઉમેદવાર ઉદય પટેલનું કહેવું છે કે દીકરીના લગ્ન અને ચૂંટણીની તારીખ એક જ દિવસે છે. જેના લીધે તેમને મતદાન અને કન્યા દાનનો એક જ દિવસે લાભ મળી રહ્યો છે. જે તેમના માટે ગૌરવની વાત છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

જામનગરમાં ધ્રોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિરોધ, પીપરટોડા ગામના લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video

Published on: Apr 26, 2026 02:21 PM
Follow Us