Gujarati Video : ભારે વરસાદથી ગોધરા શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા, વેપારીઓને ભારે નુકસાન
પંચમહાલના ગોધરા શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદથી ગોધરા માર્કેટ યાર્ડમાં (Godhra Market Yard) ભારે નુકસાન થયુ છે.
Panchmahal : પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદી (Rain) માહોલ જામ્યો છે. પંચમહાલના ગોધરા શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
તો ભારે વરસાદથી ગોધરા માર્કેટ યાર્ડમાં (Godhra Market Yard) ભારે નુકસાન થયુ છે. શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થઇ ગયા છે. ધોધમાર વરસાદના પગલે માર્કેટ યાર્ડમાં પાણી ભરાઇ ગયા છે. તો આ સાથે જ ભુરાવાવ વિસ્તારમાં રેલવે ઓવર બ્રિજ નીચે પાણી ભરાયા છે. પાલિકાએ જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કાર્યવાહી શરૂ કરી છે.
પંચમહાલ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos