નડિયાદમાં વરસાદી પાણીથી ભરાયેલા ગરનાળામાં કોલેજની બસ ફસાઇ, વિદ્યાર્થીઓનું કરવુ પડ્યુ રેસ્ક્યૂ, જૂઓ Video

નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તો પાણી ભરાઇ જતા નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજની બસ (College bus) ફસાઈ ગઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 3:06 PM

Kheda : ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું (Rain) આગમન થયું હતુ. જેના કારણે નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

તો પાણી ભરાઇ જતા નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજની બસ (College bus) ફસાઈ ગઇ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસ ત્યાંથી પસાર થઇ રહી હતી. જેના કારણે કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાં ફસાઇ ગઇ હતી અને બસ ગરનાળામાં જ અધવચ્ચે ખોટકાઈ ગઇ હતી.

આ પણ વાંચો-Tender Today : જુનાગઢ હદ વિસ્તારમાં શ્વાનનું સ્ટરીલાઇઝેશન અને ઇમ્યુનીઝેશન વર્ક માટેનું ઓનલાઇન ટેન્ડર જાહેર

ગરનાળામાં બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાઇ ગયા હતા. જે પછી આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ શહેરના માઇ મંદિર ગરનાળા સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જતા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">