Panchmahal : કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું,સરકાર સમક્ષ પાક નુકસાનના વળતરની માગ,જુઓ Video

Panchmahal : કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું,સરકાર સમક્ષ પાક નુકસાનના વળતરની માગ,જુઓ Video

| Edited By: | Updated on: Oct 28, 2025 | 2:28 PM

રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લો પણ બાકાત નથી રહ્યો. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં ડાંગર, કપાસ અને દિવેલાના પાકમાં ભારે નુકસાન થયું છે.

રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લો પણ બાકાત નથી રહ્યો. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં ડાંગર, કપાસ અને દિવેલાના પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં 8 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યુ હતું. પાક તૈયાર થાય તે પહેલા જ માવઠું થતાં કપાસના જીંડવામાં વરસાદી પાણી ભરાઈ ગયા. ખેડૂતોના મતે, આ કમોસમી વરસાદથી હવે કપાસમાં સુકારો આવશે. જેથી એક રૂપિયાની આવક થવાની પણ આશા નથી.

ગોધરા પંથકમાં કપાસની સાથે ડાંગર અને દિવેલાના પાકમાં પણ માવઠાના કારણે મોટાપાયે નુકસાન થયું છે. મોંઘાદાટ ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડતા સરકાર પાક નુકસાનનો સર્વે કરી વળતર ચુકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ સ્વીકાર્યું છે. પાક નુકસાની અંગે સર્વે કરી રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો