Breaking News : હીરાનગરી માટે ખુશખબર, વૈશ્વિક હીરાની માંગથી સુરતના ઉદ્યોગને મોટો વેગ, જુઓ Video

Breaking News : હીરાનગરી માટે ખુશખબર, વૈશ્વિક હીરાની માંગથી સુરતના ઉદ્યોગને મોટો વેગ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2026 | 4:03 PM

વૈશ્વિક હીરા બજારમાં તેજીનો સીધો લાભ સુરતના હીરા ઉદ્યોગને મળ્યો છે. રફ, કટ-પોલિશ્ડ અને લેબગ્રોન હીરાની માંગમાં વધારો થયો છે, ખાસ કરીને અમેરિકન બજારમાં 1.50 થી 3 કેરેટના હીરાની.

વૈશ્વિક હીરા બજારમાં જોવા મળી રહેલી તેજીની સીધી અને સકારાત્મક અસર સુરતના હીરા ઉદ્યોગ પર વર્તાઈ રહી છે. હાલમાં વૈશ્વિક બજારમાં હીરાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં રફ અને કટ-પોલિશ્ડ હીરાની સાથે લેબગ્રોન ડાયમંડ્સનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને અમેરિકન બજારમાં 1.50 થી 3 કેરેટના હીરાની માંગમાં પ્રચંડ વૃદ્ધિ નોંધાઈ છે.

હીરાની માંગમાં આ વધારાના કારણે સુરતના હીરા વેપારીઓ અને ઉત્પાદકોમાં આશાવાદનું વાતાવરણ છવાયું છે. આ તેજીની અસર જ્વેલરી ઉદ્યોગ પર પણ સકારાત્મક જોવા મળી રહી છે. તહેવારોની સિઝન શરૂ થતા જ હીરા અને જ્વેલરી ઉદ્યોગને વધુ વેગ મળવાની અપેક્ષા છે, અને દિવાળી સુધી આ તેજી જળવાઈ રહે તેવી શક્યતા છે.

અગાઉ લોકો પાસે નેચરલ ડાયમંડની નાની સાઈઝોમાં, ખાસ કરીને .65 કેરેટથી નાના અને માઇનસ 11ના, મોટા સ્ટોક હતા. ભૂતકાળમાં સ્ટોક કરીને સતત વેચાણ થતું હતું. જોકે, વૈશ્વિક માંગમાં આવેલા બદલાવ અને છેલ્લા ત્રણ-ચાર વર્ષના ઉત્પાદન કાપના કારણે હવે આ નાની સાઈઝના નેચરલ હીરાની માંગ વૈશ્વિક સ્તરે વધી છે. આ પરિસ્થિતિ સુરતના હીરા ઉદ્યોગ માટે એક મોટો ઉત્સાહવર્ધક સંકેત છે.

સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

Published on: Aug 29, 2026 04:02 PM
Follow Us
Loading...
Unable to load recommendations.