Surat: રફ હીરાનું વેચાણ સ્થગિત કરવા GJEPCનો નિર્ણય, વિશ્વના અન્ય બજારોને પણ કરાઈ વિનંતી, જુઓ Video

Surat: રફ હીરાનું વેચાણ સ્થગિત કરવા GJEPCનો નિર્ણય, વિશ્વના અન્ય બજારોને પણ કરાઈ વિનંતી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 23, 2023 | 6:48 PM

સુરતના હીરા ઉદ્યોગે વર્તમાન બજારની પરિસ્થિતિને લઈ મોટો નિર્ણય જાહેર કર્યો છે. રફ હિરાના વેચાણને સ્થગિત કરવામાં આવ્યુ છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રફ હીરાના વેચાણને લઈ દુનિયાના અન્ય બજારોને પણ આ માટે વિનંતી કરવામાં આવી છે અને હાલમાં સપ્ટેમ્બર અને આગામી ઓક્ટબર માસમાં રફ હીરાના વેચાણને સ્થગિત રાખવામાં આવે.

સુરતના હીરા ઉદ્યોગે વર્તમાન બજારની પરિસ્થિતિને લઈ મોટો નિર્ણય જાહેર કર્યો છે. રફ હિરાના વેચાણને સ્થગિત કરવામાં આવ્યુ છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રફ હીરાના વેચાણને લઈ દુનિયાના અન્ય બજારોને પણ આ માટે વિનંતી કરવામાં આવી છે અને હાલમાં સપ્ટેમ્બર અને આગામી ઓક્ટબર માસમાં રફ હીરાના વેચાણને સ્થગિત રાખવામાં આવે. આ માટે રશિયાના અલરોઝા કંપનીને પણ રફ હીરાના વેચાણને સ્થગિત કરવા માટે GJEPC દ્વારા વિનંતી કરવામાં આવી હોવાનુ દિનેશ નાવડીયાએ બતાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ  Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo

આગળ નાવડીયાએ કહ્યુ હતુ કે, રશિયન કંપનીએ પણ સહકાર આપતા વિનંતીને સ્વિકારીને કામકાજ સ્થગિત કરેલ છે. આમ હવે સુરતના હીરા બજાર દ્વારા રફ હીરાને બજારમાં વેચાણ કરાશે. આ માટે નાવડીયાએ વર્તમાન સ્થિતિ બતાવી હતી અને કહ્યુ કે, છેલ્લા દોઢ વર્ષથી મંદીની સ્થિતિ છે અને આર્થિક સંકડામણ ઉભી થઈ રહી છે. આમ ખરીદ વેચાણ વચ્ચે સંતુલન બનાવવા માટે આ પ્રયાસ કર્યો છે. અગાઉ પણ બે વાર આમ કરીને બજારની સ્થિતિમાં સુધાર લાવવામાં આવ્યો હતો. આમ હાલમાં ઈમ્પોર્ટ બંધ કરી દેવામાં આવેલ છે. જોકે આની અસર હીરા ઘસુ રત્ન કલાકારોને દીવાળી ટાણે જ પડનારી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 23, 2023 06:46 PM