જુનાગઢમાં ગિરનાર સીડી પરનું રજિસ્ટ્રેશન બન્યુ બે ઘડીનો તમાશો, અચાનક નોંધણી બંધ કરી દેવાતા તંત્ર સામે સવાલ- Video

જુનાગઢમાં ગિરનાર સીડી પરનું રજિસ્ટ્રેશન બન્યુ બે ઘડીનો તમાશો, અચાનક નોંધણી બંધ કરી દેવાતા તંત્ર સામે સવાલ- Video

| Edited By: | Updated on: Sep 28, 2026 | 9:33 PM

જુનાગઢમાં ગિરનાર સીડી પરનું રજિસ્ટ્રેશન બે ઘડીનો તમાશો હોય તેમ અચાન બંધ કરી દેવાતા તંત્ર સામે સવાલ ઉઠવાનું શરૂ થયુ છે. સિંહે સાત વર્ષના માસૂમને ફાડી ખાધા બાદ પદયાત્રીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ. જે અચાનક બંધ કરવામાં આવ્યુ છે.

જુનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ગિરનારની સીડી પર યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુઓની નોંધણી પ્રક્રિયા અચાનક બંધ કરી દેવામાં આવી છે. અગાઉ સિંહના હુમલામાં એક બાળકનું મોત થયા બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નોંધણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જોકે, હવે આ પ્રક્રિયા બંધ થતાં યાત્રાળુઓની સુરક્ષા અને તેમની સંખ્યા પર નજર રાખવાની વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહના હુમલા જેવી ઘટનાઓ અટકાવવા અને યાત્રાળુઓની સંખ્યા પર નજર રાખવા માટે તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું. પરંતુ, આ પ્રક્રિયા અચાનક બંધ કરાતા તંત્રની કામગીરી સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્ર પાસે ગિરનાર પર ચઢતા યાત્રીઓની ચોક્કસ સંખ્યાનો આંકડો ન હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે યાત્રાળુઓની સુરક્ષા હાલ ભગવાન ભરોસે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તંત્ર દ્વારા કાયમી રજીસ્ટ્રેશન સોફ્ટવેર બનાવવાની યોજના હોવાનું જણાવાયું છે, પરંતુ આ વ્યવસ્થા ક્યારે અમલમાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. હાલ યાત્રાળુઓની સુરક્ષા ભગવાન ભરોસે હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અધિક કલેક્ટરના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા પ્રાયોગિક ધોરણે હતી અને તેને કાયમી બનાવવા માટે આયોજન ચાલી રહ્યું છે. જોકે, કાયમી વ્યવસ્થાનો અભાવ અને હાલની પ્રક્રિયા સ્થગિત થતાં યાત્રાળુઓની સલામતી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

જોકે, જૂનાગઢના એક સામાજિક કાર્યકરે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, સરકાર ગિરનારની સુરક્ષા વ્યવસ્થા કોઈ ખાનગી કંપનીને સોંપવાનું આયોજન કરી રહી છે. પશુ-પંખી, પ્રાણી, વનસ્પતિની દેખરેખના બહાને આ કંપનીને ગિરનારનો હવાલો સોંપી દેવાનો પ્લાન છે. સામાજિક કાર્યકરના મતે, “અમારાથી નથી સચવાતો” એવું કહીને આ લોકો કંપનીને ગિરનાર સોંપી દેવાના છે. આ માટે પહેલા ટેન્ડરિંગ થશે અને લોકોને આવી પ્રક્રિયાની ટેવ પાડ્યા બાદ કોઈ મોટી કંપનીને ગિરનાર ભાડે આપી દેવામાં આવશે. તેમણે સમસ્ત સનાતની સમાજને સરકાર અને અધિકારીઓની આ નીતિઓમાં ન ફસાવા અપીલ કરી છે, કારણ કે ગિરનાર આપણો સનાતન ધામ છે અને તેની રક્ષા સૌએ સાથે મળીને કરવાની છે.

જેને માણસે બનાવ્યુ એ AI શું માનવજાતના વિનાશનું કારણ બનશે? સેમ ઓલ્ટમેન-એમોડેઇની ચેતવણીથી ખળભળાટ

Published on: Sep 28, 2026 09:33 PM
Follow Us
Loading...
Unable to load recommendations.