છોટાઉદેપુર: ચાલુ વાહનમાં વિદ્યાર્થિનીઓની છેડતી, નરાધમોથી બચવા વિદ્યાર્થિનીઓએ ચાલુ વાહને લગાવી છલાંગ
વાહનમાંથી કૂદ્યા બાદ ઈજાગ્રસ્ત થયેલી 6 વિદ્યાર્થિનીઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વિદ્યાર્થિનીઓની આમ ચાલુ વાહને છેડતીથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા વાલીઓની માગણી છે. તો પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. શાળાએથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓની છેડતી કરાઈ છે. વિદ્યાર્થિનીઓ શાળાથી પરત ફરવા માટે પીકઅપ વાનમાં બેઠી હતી. વાહન થોડે દૂર જતા વાહનમાં બેઠેલા શખ્સે વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કર્યા હતા. છેડતીખોરથી બચવા માટે વિદ્યાર્થિનીઓ ચાલુ વાહનમાંથી છલાંગ લગાવીને નીચે કૂદી ગઈ હતી. ત્યારબાદ ડ્રાઈવરે કાબૂ ગુમવતા પીકઅપ વાન પણ પલટી ગયું હતું.