ઉના નજીક ખેતરમાં વનરાજાની છટાદાર લટાર, દિવસના સમયે આંટાફેરા મારતા જોવા મળ્યા સિંહો- Video વાયરલ

ઉના નજીક ખેતરમાં વનરાજાની છટાદાર લટાર, દિવસના સમયે આંટાફેરા મારતા જોવા મળ્યા સિંહો- Video વાયરલ

| Updated on: Aug 16, 2026 | 7:42 PM

ગીર સોમનાથના ઉના તાલુકામાં નજીક મગફળીના ખેતરમાં બે વનરાજાની લટારનો વીડિયો વાયરલ થયો છે. જેમા બે ડાલામથ્થા સિંહ ખેતરમાં લટાર મારતા જોવા મળી રહ્યા છે.

ગીર સોમનાથના ઉના નજીક ખેતરમાં બે ડાલામથ્થાની લટારનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ઉનાના તપોવન વિસ્તારનો હોવાનું સામે આવ્યુ છે. વીડિયો જોઈ શકાય છે કે બે વનરાજા ખેતરમાં આંટા મારી રહ્યા છે. તેમની છટાદાર ચાલ સાથેનો વીડિયો એક નજરે તો મનમોહક લાગી રહ્યો છે. જો કે સિંહોના આ પ્રકારે આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. દિવસના સમયે પણ જો વનરાજા આ રીતે ખેતરમાં આવી ચડે તો ખેડૂતો કામ કેવી રીતે કરી શકે તે મોટો સવાલ છે.

જો કે વીડિયોમાં જોઈ શકાય છે કે બંને વનરાજા મગફળીના ખેતરોમાં ફરી રહ્યા છે અને દિવાલ ઓળંગીને તેઓ અન્ય ખેતરમાં જતા પણ જોઈ શકાય છે. ગીર વિસ્તારમાં સિંહોના આંટાફેરાની ઘટનાઓ આમ તો સામાન્ય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સિંહો દ્વારા માનવ જાત પરના હુમલાથી હવે લોકોમાં ડર પેસી ગયો છે. લોકોને સતત એ ભય સતાવે છે કે આ જંગલી જનાવરનો શું ભરોસો? તે ગમે ત્યારે હુમલો કરી દે. હજુ ગઈકાલે 15 ઓગસ્ટના રોજ જ એક ટ્રેકર પર સિંહણે હુમલો કર્યો હતો. જે બાદ તેની સાથેના સહકર્મીએ ભારે જહેમત બાદ સિંહણનો પંજામાંથી ટ્રેકરને છોડાવ્યા હતા. હાલ તેઓ ગીરસોમનાથની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ નોંધાયો ગુનો, જવાબદાર ચારેય તબીબો સામે નોંધાઈ બીજી ફરિયાદ

Published on: Aug 16, 2026 07:41 PM
Follow Us
Loading...
Unable to load recommendations.