Gir Somnath Breaking News : 22 ઇંચ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત, બાળકોને શાળાએ પહોંચાડવા વાલીઓએ દોરડા બાંધીને પાર કર્યો રસ્તો ! જુઓ Video
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં અંદાજે 22 ઇંચ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઝાલા વડોદરા ગામના ઝાંપા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં અંદાજે 22 ઇંચ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદ બંધ થયાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાથી લોકોની અવરજવર પણ પ્રભાવિત થઈ છે. બાળકોને શાળાએ સુરક્ષિત પહોંચાડવા માટે વાલીઓએ દોરડા બાંધીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
આ દૃશ્યો સ્થાનિક તંત્ર માટે ડ્રેનેજ વ્યવસ્થા અને પાણીના ઝડપી નિકાલ અંગે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે અને જરૂરી રાહત પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
સુત્રાપાડામાં 22 ઇંચ વરસાદ બાદ અસ્તવ્યસ્ત થયું જનજીવન
ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઇંચ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા આશરે 22 ઇંચ વરસાદની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વરસાદને વિરામ મળ્યાને 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી.ગામના રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદ બંધ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા થઈ નથી. જેના કારણે લોકોની અવરજવર મુશ્કેલ બની છે સાથે બાળકોના શિક્ષણ અને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્રને પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.