Gir Somnath: ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ, દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ગેરકાયદે કરાયેલા દબાણો ફેરવાયું બુલડોઝર

|

Oct 01, 2022 | 9:57 PM

Gir Somnath: ડ્રગ્સ માફિયાઓ સામે હવે ગુજરાત પોલીસ સતર્ક થઈ છે. દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે ત્યારે ડ્રગ્સ માફિયાઓની ચેઈન તોડવા માટે હવે જમીની સ્તરે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ માફિયાઓએ કોસ્ટલ એરિયામાં બાંધેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે.

ગુજરાતમાં દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. ડ્રગ્સની આ સિન્ડીકેટને તોડવા ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે. આ કાર્યવાહીના ભાગરૂપે રાજ્યનના દરિયાઈ પટ્ટીમાં જ્યાં પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યુ છે ત્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લામાં દરિયાઈ પટ્ટી (Coastal Aria) વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્ર અને પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠે આવેલા 12 જેટલા ગેરકાયદે બાંધકામો (Illegal Construction) પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે. કોસ્ટલ બેલ્ટ પર લેન્ડિંગ પોઈન્ટ નજીક ગેરકાયદે બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહીને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મનોહરસિંહ જાડેજાએ આ ડિમોલિશન કાર્યવાહી અંગે જણાવ્યુકે કોસ્ટલ એરિયામાં લેન્ડિંગ પોઈન્ટ પર જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. તેના પર ડિમોલિશનની કાર્યવાહી સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમા બપોરના 4 વાગ્યા સુધીમાં સમગ્ર કોસ્ટલ એરિયામાંથી 12 જેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. આ તમામ સ્ટ્રક્ચર ગેરકાયદે હતા અને લેન્ડિંગ પોઈન્ટની નજીક હતા. આ દરમિયાન તેમણે લોકોને પણ અપીલ કરતા જણાવ્યુ કે બાંધકામની પ્રવૃતિ કરતા માપણી કરી લે અને પોતાની જગ્યામાં કરે, જ્યાં સરકારી જગ્યા કે કોસ્ટલ એરિયા લાગતો હોય ત્યાં કોઈ ગેરકાયદે બાંધકામ ન કરે.

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્ર્ગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ હવે તેમના આશ્રયસ્થાનો પર તવાઈ શરૂ કરી છે. ગુજરાત પોલીસે આ ડ્રગ માફિયાઓના ઠેકાણાઓ પર ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરીછે. સૌરાષ્ટ્રની દરિયાઈપટ્ટી પર આ કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે.

Published On - 9:55 pm, Sat, 1 October 22

Next Video