Gir Somnath Rain : વેરાવળના શિક્ષક કોલોની વિસ્તારમાં વીજપોલ ધરાશાયી, વીજપુરવઠો ખોરવાયો , જુઓ Video

|

Jul 19, 2024 | 2:41 PM

ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ ભારે નુકસાન જોવા મળ્યુ છે. વેરાવળમાં આવેલી શિક્ષક કોલોની વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે અનેક વીજપોલ તૂટી જતા વાયર રસ્તા પર જોવા મળ્યા છે.

ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ ભારે નુકસાન જોવા મળ્યુ છે. વેરાવળમાં આવેલી શિક્ષક કોલોની વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે અનેક વીજપોલ તૂટી જતા વાયર રસ્તા પર જોવા મળ્યા છે. વીજ પોલ તૂટીને અનેક લારી-ગલ્લા પર પડ્યા છે. જો કે ભારે વરસાદના પગલે સ્થળ પર કોઇ હાજર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી છે. વીજ વિભાગે પુરવઠો બંધ કરીને સમારકામ હાથ ધર્યું છે. એકા એક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે.

શિંગોડા નદીમાં પૂરની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાઓમાં ધૂંઆધાર બેટિંગ કરી છે. ગાજવીજ સાથે અતિભારે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ગીરના જંગલમાં આવેલી બાણેજ તિર્થમાં નદી બેકાંઠે વહી છે.

ધોધમાર વરસાદના પગલે નદી રૌદ્ર રૂપ ધર્યૂં છે. બાણેજ તિર્થમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.ગીર સોમનાથના કોડીનાર, ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં અતિભારે વરસાદથી કોડીનારની શિંગોડા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જીવાદોરી સમાન નદીમાં પૂર આવતા ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Next Video