ગીર સોમનાથ : સરસ્વતી નદીમાં ઘોડાપૂર, પ્રાચી તીર્થ માધવરાયજી મંદિર થયું જળમગ્ન, Video
ભારે વરસાદના પગલે સ્થાનિકો નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂર આવતા માધવરાયજી જળમગ્ન થયા છે. પ્રાચી તીર્થ માધવરાવજી મંદિરમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે સ્થાનિકો નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે તાલાલા ગીરમાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂર આવતા માધવરાયજી જળમગ્ન થયા છે. પ્રાચી તીર્થ માધવરાવજી મંદિરમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા છે.
તો બીજી તરફ જીલ્લાના જીવાદોરી સમાન હીરણ-2 ડેમના તમામ સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમના તમામ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમના ચાર દરવાજા એક ફૂટ અને ત્રણ દરવાજા અડધો ફૂટ સુધી ખોલાયા છે. જેના પગલે લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. ભારે વરસાદના પગલે હીરણ-2 ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.
Latest Videos
Latest News