સાયબર ગઠિયાઓથી સાવધાન ! ગીર સોમનાથમાં ઇન્સ્ટાગ્રામ આઇડી હેક કરી છેતરપિંડી કરતો શખ્સ પકડાયો
ગીરસોમનાથના ઉનામાં સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે. હોટલ અને રિસોર્ટના ઇન્ટાગ્રામ આઇડી હેક કરીને છેતરપિંડી કરતા સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે. જેને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગીર સોમનાથના ઉનામાં સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે. એહમદપુર માંડવીનાં એડવાન્સ વોટરનું આઈડી હેક કરી પોતાના માટે વપરાશ કરતો શખ્શ જડપાયો છે. ઉના પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમનો પ્રથમ ગુનો દાખલ કરાયો છે.
ગીરસોમનાથના ઉનામાં સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે. હોટલ અને રિસોર્ટના ઇન્ટાગ્રામ આઇડી હેક કરીને છેતરપિંડી કરતા સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે. જેને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉના તાલુકાના એહમદપુર માંડવી દરિયા કિનારે એડવાયજર વોટર કંપનીનું ઇન્સ્ટાગ્રામ આઇડી હેક થયાની ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો-દહેગામમાં દેશી દારૂ પીધા બાદ બેના મોત મામલે કાર્યવાહી, બુટલેગરની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
કંપની દ્વારા પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સેસ ન થતા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ હતી. સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે ઉનાનાં ગરાળ ગામનાં રોહિત ભાલીયાને પકડી પાડ્યો છે અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે. સાથે સાયબર પોલીસ દ્વારા આવા ગઠિયાઓ સાવધાન રહેવા અપીલ કરાઇ છે.
