AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર: આહીર આગેવાન ગીગા ભમ્મરની ચારણ-ગઢવી સમાજ પર વિવાદી ટિપ્પણીથી લોકસાહિત્યકારોમાં ભભૂક્યો રોષ, કડક કાર્યવાહીની માગ- વીડિયો

ભાવનગર: આહીર આગેવાન ગીગા ભમ્મરની ચારણ-ગઢવી સમાજ પર વિવાદી ટિપ્પણીથી લોકસાહિત્યકારોમાં ભભૂક્યો રોષ, કડક કાર્યવાહીની માગ- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2024 | 8:42 PM
Share

ભાવનગર: આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરે ચારણ-ગઢવી સમાજ પર કરેલી વિવાદી ટિપ્પણી સામે ચારણ અને ગઢવી સમાજમાં રોષ ભભુક્યો છે. લોકસાહિત્યકારો પણ લાલઘુમ થયા છે. સમાજને હડધૂત કરતા માતાજી વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ ચારણ સમાજે લગાવ્યો છે અને ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરના નિવેદન બાદ સાહિત્યકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જાણીતા સાહિત્યકાર જીતુ દાદ, રાજભા ગઢવીએ ગીગા ભમ્મરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે અને કડક કાર્યવાહીની માગ કરી છે. આટલુ જ નહીં ખુદ આહિર સમાજના આગેવાન અને લોક સાહિત્યકાર માયાભાઇ આહીરે પણ આ નિવેદન પર દુખ વ્યક્ત કર્યું છે. માયાભાઇ આહીરનું માનવું છે કે ગીગા ભમ્મરે અજાણતા આવું નિવેદન કર્યું હશે, તેમણે દાવો કર્યો કે ગીગા ભમ્મર ચારણ-ગઢવી સમાજના ઇતિહાસથી અજાણ છે, તેમને મોટું મન રાખીને માફ કરી દેવા જોઇએ.

ગીગા ભમ્મરના વિવાદી નિવેદનના ચારણ-ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાણીતા કલાકાર અને ગઢવી સમાજના આગેવાન હકાભાએ ગીગા ભમ્મરના નિવેદનને વખોડ્યું છે. હકાભાએ દાવો કર્યો કે આહીર સમાજના આગેવાને મોટી ભૂલ કરી છે, અને માતાજી તેમને સજા આપશે. જો આમ નહીં થાય તો હકાભાએ તળાજામાં પગ નહીં મૂકવાની અને કાર્યક્રમ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: પંચમહાલ : ગુજરાતમાં પ્રથમવાર પાવાગઢના વડા તળાવ નજીક જોવા મળી શિર રાખોડી ટીટોડી- જુઓ Photos

આપને જણાવી દઈએ કે તળાજામાં આયોજિત સમુહ લગ્ન સમારોહમાં મંચ પરથી ગીગા ભમ્મરે સમાજને હડધૂત કરતા ભાષા પ્રયોગ સાથે માતાજી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાના વાયરલ વીડિયોમાં પણ ગીગા ભમ્મરને બોલતા જોઈ શકાય છે. આ વિવાદી ટિપ્પણીથી ગુજરાત અને રાજસ્થાનના ચારણ તેમજ ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ તેઓ આ વિવાદ પર પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 16, 2024 08:38 PM
g clip-path="url(#clip0_868_265)">