અમદાવાદની ઘી ગુડ રેસ્ટોરન્ટના કીચનમાં વંદાઓની ભરમાર, AMCએ રેસ્ટોરેન્ટ સીલ કરી, જુઓ Video

અમદાવાદની ઘી ગુડ રેસ્ટોરન્ટના કીચનમાં વંદાઓની ભરમાર, AMCએ રેસ્ટોરેન્ટ સીલ કરી, જુઓ Video

Sachin Kolte
| Edited By: | Updated on: Feb 16, 2024 | 10:48 AM

ઘી ગુડ રેસ્ટોરેન્ટ અમદાવાદની ખૂબ જાણીતી રેસ્ટોરેન્ટ છે. અમદાવાદમાં તેની ઘણી બધી બ્રાન્ચ આવેલી છે. જો કે અમદાવાદની જાણીતી આ રેસ્ટોરેન્ટમાં હાઇજીનની અછત જોવા મળી છે. ઘી ગુડ રેસ્ટોરેન્ટના કિચનમાં વંદાઓની ભરમાર મળી આવી છે.

ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેમાં પણ અમદાવાદીઓ તો સ્વાદ રસિકો હોય છે. મોટા નામ જોઇને તેઓ રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણવા જતા હોય છે. જો કે મોટા નામ જોઈને રેસ્ટોરન્ટમાં સ્વાદ માણતાં પહેલા સાવધાન થઇ જજો. અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટમાં વંદાઓની ભરમાર જોવા મળી છે.

આ પણ વાંચો- બ્રેકિંગ ન્યૂઝ: બિકાનેરના ભારત માલા રોડ પર મોટો અકસ્માત, ગુજરાતથી કાશ્મીર ફરવા ગયેલા 5 લોકોના મોત

ઘી ગુડ રેસ્ટોરેન્ટ અમદાવાદની ખૂબ જાણીતી રેસ્ટોરેન્ટ છે. અમદાવાદમાં તેની ઘણી બધી બ્રાન્ચ આવેલી છે. જો કે અમદાવાદની જાણીતી આ રેસ્ટોરેન્ટમાં હાઇજીનની અછત જોવા મળી છે. પ્રહલાદનગર સ્થિત ઘી ગુડ રેસ્ટોરેન્ટના કિચનમાં વંદાઓની ભરમાર મળી આવી છે.આ ઘટના બનતા અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટને AMCએ સીલ કર્યુ છે. એટલુ જ નહીં આ સાથે અમદાવાદની જાણીતી અન્ય કેટલીક રેસ્ટોરન્ટ અને પિત્ઝા રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">