બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પસંદગીને લઈ કહી મોટી વાત

બનાસકાંઠાઃ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પસંદગીને લઈ કહી મોટી વાત

| Edited By: | Updated on: Mar 13, 2024 | 8:54 AM

બનાસકાંઠા લોકસભાની બેઠક માટે કોંગ્રેસે પોતાના વર્તમાન મહિલા ધારાસભ્યને પસંદ કર્યા છે. મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ મંગળવારે સાંજે તે અટકળોનો કોંગ્રેસે અંત આણ્યો હતો. આમ હવે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષના ઉમેદવારો મહિલા મેદાને ઉતર્યા છે.

કોંગ્રેસે બનાસકાંઠામાં મહિલા ઉમેદવારને પસંદ કરીને લોકસભાના ચૂંટણી જંગને વધારે રસપ્રદ બનાવ્યો છે. ભાજપે બે સપ્તાહ અગાઉ શિક્ષિત યુવા મહિલા ઉમેદવાર તરીકે ડો રેખાબેન ચૌધરીની પસંદગી કરી હતી. ભાજપે બેઠકના ઇતિહાસમાં પ્રથમ વાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારીને અલગ માહોલ રચ્યો હતો. ત્યાં હવે કોંગ્રેસે પણ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. પ્રભાવી અને વિધાનસભાની ચૂંટણીમાં જાયન્ટ કિલર સાબિત થયેલા ગેનીબેન પર કોંગ્રેસે ભરોસો મુક્યો છે.

આ પણ વાંચો: હિંમતનગરમાં આંગડીયા કર્મી લૂંટાયો, પોલીસની ઓળખ આપીને 49.40 લાખના સોના-ચાંદીની લૂંટ

ગેનીબેને પાલનપુરના ચડોતરમાં પોતાના સમર્થકો અને કાર્યકરોને સંબોધતા કહ્યુ હતુ કે, બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. આમ ગેનીબેને બંને પક્ષની ઉમેદવાર પસંદગીને લઇ મહિલા તરીકેનો ગર્વનો ભાવ ટિકિટ મળ્યા બાદ સમર્થકો વચ્ચે પહોંચતા વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 13, 2024 08:49 AM