સુરતના રત્ન કલાકારે અદ્દભુત કલાકૃતિ રચી, 9999 હીરાથી બનાવ્યું રામ મંદિર, જુઓ વિડીયો

સુરતના રત્ન કલાકારે અદ્દભુત કલાકૃતિ રચી, 9999 હીરાથી બનાવ્યું રામ મંદિર, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Jan 22, 2024 | 9:46 AM

સુરત : આજે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એક કલાકારે અયોધ્યામાં રામ મંદિરની નયનરમ્ય કલાકૃતિને આકાર આપ્યો છે.

આ કૃતિ બનાવવામાં હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ મંદિર  નિર્માણમાં 9999 હીરાનો ઉપયોગ કરી છબી તૈયાર કરવામાં આવી છે. એક વાયરલ વીડિયોમાં કલાકાર હીરાની મદદથી મંદિરની છબી બનાવતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અયોધ્યામાં ચાલી રહ્યા છે. ભગવાન રામ માટે દેશભરમાંથી મોકલવામાં આવેલી ભેટો પણ અયોધ્યા મોકલવામાં આવી રહી છે. ભક્તોએ હીરાના હાર અને 108 ફુટ લાંબી અગરબત્તીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રામ મંદિરની થીમ સાથેનો હીરાનો હાર પણ બનાવવામાં આવ્યો છે 40 કારીગરોએ 35 દિવસમાં આ નેકલેસ બનાવ્યો છે. સુરતમાં એક કલાકારે અયોધ્યામાં રામ મંદિરની કલાકૃતિ બનાવી છે.

આ પણ વાંચો : સુરતમાં રામલલ્લાની ઝલક દર્શાવતી ભવ્ય રંગોળી બનાવવામાં આવી, જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 22, 2024 09:46 AM