ગૌચરની જમીન સરકારી નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ

ગૌચરની જમીન સરકારી નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ

| Edited By: | Updated on: Jul 05, 2024 | 7:45 PM

કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો.

કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે, અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો. રાજ્ય સરકારે 231 એકર જમીન SEZ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ કર્યો ઠરાવ. ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો, ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું કોર્ટે કર્યું હતું અવલોકન.

રાજ્ય સરકારે 6-7 કિ.મી. દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે સરકારની કાઢી હતી ઝાટકણી. પશુપાલકો ચાલીને 6-7 કિમી પશુઓને લઈને ત્યાં જશે ? SEZ દ્વારા અરજીનો વિરોધ કરતા કોર્ટે કહ્યું કે, તમે સરકારનાં ઠરાવને અલગથી પડકારી શકો છો. મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને SEZ માટે ગામની ગૌચરની જમીન લઇને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.

Published on: Jul 05, 2024 07:13 PM