બનાસકાંઠાઃ પાલનપુરની ગઠામણ પંચાયતના વહીવટદાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

બનાસકાંઠાઃ પાલનપુરની ગઠામણ પંચાયતના વહીવટદાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

| Edited By: | Updated on: Mar 18, 2024 | 2:25 PM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામની ગ્રામ પંચાયતના વહીવટદાર સામે આક્ષેપો ઉઠ્યા છે. વહીવટદાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. દોઢ વર્ષથી વહીવટદાર હોવાને લઈ સ્થાનિકોના કામો પણ અટવાયા હોવાની રજૂઆત કરવામાં આવી છે. વહીવટદાર અને તલાટી વચ્ચે વિવાદ સર્જાયેલો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગ્રામ પંચાયતના વહિટદાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે વહીવટદાર મહેશ ચૌધરી દ્વારા ઠરાવો વિના જ બાંધકામની મંજૂરીઓ આપ્યાનો પણ આક્ષેપ થયો છે. તો ગ્રામ પંચાયતના વીસીને પણ ખોટી આકારણી કરવા માટે થઈને ધમકીઓ આપી હોવાના પણ આક્ષેપો થયો છે.

આ પણ વાંચો: પ્રેમમાં અંધ કપલે પતિની હત્યા કરી મામલો અકસ્માતમાં ખપાવવા કર્યો પ્રયાસ, બંનેની ધરપકડ

વહીવટદાર દોઢ વર્ષથી હોવાને લઈ સ્થાનિક લોકો પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના અનેક કામો પણ વહીવટદારને લઈ અટકી પડ્યા છે. તલાટીએ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. તલાટી અને વહીવટદાર વચ્ચે પણ વિવાદ હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Mar 18, 2024 01:33 PM