Bhavnagar Video : ભાવનગર અને આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસાદ, શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર

|

Jun 18, 2024 | 12:00 PM

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનાક પલટો આવ્યો છે. ભાવનગરના ગારીયાધાર પંથકમાં વરસાદ વરસ્યો છે. તેમજ પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવાડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.વરસાદના પગલે શેત્રંજી નદીમાં નવ નીર આવ્યા છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનાક પલટો આવ્યો છે. ભાવનગરના ગારીયાધાર પંથકમાં વરસાદ વરસ્યો છે. તેમજ પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવાડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.વરસાદના પગલે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે.

બીજી તરફ સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી સુરતીલાલાઓમાં આનંદની લાગણી છવાઇ છે. વાવણીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હળવા વરસાદની આગાહી

ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી સાત દિવસ ગુજરાતના જુદા- જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video