રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ

| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:19 AM

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ગરીબ કલ્યાણ મેળાએ ગરીબ લોકોને સક્ષમ બનાવીને સરકારની સહાય યોજનાઓના લાભ સાથે સ્વમાનભેર જીવન જીવતા કરવાની એક સામાજિક ચળવળ છે.

ગુજરાત (Gujarat)માં અનેક રાજ્ય અને કેન્દ્ર સહાયિત યોજનાઓ કાર્યરત્ છે. આ યોજનાઓ ગરીબી નિર્મૂલન અને સ્વાવલંબી બનાવવા શરૂ કરવામાં આવી છે. આવી જ એક યોજના ગરીબ કલ્યાણ મેળા થકી આપવામાં આવે છે. ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા હવે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela) યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.

રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા કરવાનો નિર્ણય કર્યો છે. 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે ગરીબ કલ્યાણ મેળા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરશે. ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત મુખ્યપ્રધાન 24 ફેબ્રુઆરીના રોજ દાહોદમાં 25 ફેબ્રુઆરીના રોજ મોરબીમાં અને 26 ફેબ્રુઆરીના રોજ અમરેલીમાં હાજરી આપશે. ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી કીટ, સાયકલ વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓને હાજર રહેવા પણ સરકારે સૂચના આપી છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ગરીબ કલ્યાણ મેળાએ ગરીબ લોકોને સક્ષમ બનાવીને સરકારની સહાય યોજનાઓના લાભ સાથે સ્વમાનભેર જીવન જીવતા કરવાની એક સામાજિક ચળવળ છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભ ગરીબ લોકોને મળે અને તેના દ્વારા ગરીબ લોકો સશક્ત બને તેવો રાજ્ય સરકારનો હેતુ હોય છે.

આ પણ વાંચો-

Rajkot: રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાણી કાપ, 6 વોર્ડની 77 સોસાયટીમાં પાણી વિતરણ બંધ

આ પણ વાંચો-

Rajkot: માવઠાના કારણે ધોરાજીમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન, ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો