બનાસકાંઠાઃ થરાદના કાસવી કેનાલ-2માં 25 ફૂટનું ગાબડું પડ્યુ, ખેતરોમાં ભરાયા પાણી, જુઓ

|

Feb 05, 2024 | 2:47 PM

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થરાદની તાલુકામાં કાસવી માયનોર કેનાલ-2માં ગાબડું પડ્યાના સમાચાર સામે આવ્યા છે. કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે, તો ખેડૂતોએ પણ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે.

થરાદના કાસવી માયનોર કેનાલ-2 માં ગાબડું પડ્યું છે. કેનાલમાં લગભગ 25 ફૂટનું લાંબું ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને લઈ હજારો લીટર પાણીનો વેડફાટ થવા લાગ્યો છે. ગાબડું પડવાને લઈ કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં પાણી ભરાઈ જવાને લઇ ખેડૂતોએ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાકમાં મોટું નુક્સાન થવાને લઇ મુસીબતમાં મુકાવું પડ્યુ છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી

કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા જીરૂ, રાયડો, ઘઉંના ઉભા પાકને નુકશાન થયુ છે. વારંવાર ગાબડા પડવાને લઇ કેનાલની ગુણવત્તાને લઈ આક્ષેપો થવા લાગ્યા છે. હલકી ગુણવત્તાના કામને કારણે કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા હોવાના સ્થાનિક ખેડૂતોના આક્ષેપ કર્યો છે. નબળી ગુણવત્તાની કેનાલને લઈ કેનાલની આસપાસમાં રહેલા ખેડૂતોએ વારંવાર નુક્સાન વેઠવુ પડી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

 

Next Article