Surat Video : ATMમાંથી રૂપિયા ચોરતી ગેંગ ઝડપાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ
સુરતમાં ATMમાંથી નાણાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 3 યુવકોનીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી સહિતના અનેક ગુના કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓને UPમાં ATM મશીનમાં કામ કરતા યુવકોએ ટ્રેનિંગ આપી હતી. યુવકોએ ચીપીયો ફસાવીને રૂપિયા કાઢવાની ટ્રિક શિખ્યા હતા.
Surat : રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યાં જ સુરતમાં ATMમાંથી નાણાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 3 યુવકોનીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી સહિતના અનેક ગુના કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓને UPમાં ATM મશીનમાં કામ કરતા યુવકોએ ટ્રેનિંગ આપી હતી. યુવકોએ ચીપીયો ફસાવીને રૂપિયા કાઢવાની ટ્રિક શિખ્યા હતા. આ ઉપરાંત અનેક ગુનાઓ પણ કર્યા હતા.
આ પણ વાંચો : Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ
તો બીજી તરફ ગાંધીનગરમાં 2 ચોરની ધરપકડ કરવામાં આવી હતી. રિક્ષામાં પેસેન્જર બેસાડી રસ્તામાં આવતા મંદિરોની રેકી કરતા અને રાત્રે એ જ રીક્ષા લઈને મંદિરોની દાન પેટીઓના તાળા તોડી ચોરી કરતા હતા. જેમને ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓના નાના-મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ કરી તેની દાન પેઢીના તાળા તોડી ચોરીઓ આચરી હોવાની માહિતી સામે આવી છે.





