Surat: સુરતના લિંબાયત વિસ્તારમાં ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ભરાયા પાણી, દોડતા આવેલા અધિકારીઓ રોષનો ભોગ બન્યા, જુઓ Video
સુરતના લિંબાયત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર નરેશ પાટીલના ઘર નિચે જ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને અહીં આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલને લઈ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને લઈ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. ડેપ્યુટી મેયરના ઘર પાસે જ પાણી ભરાઈ જવાને લઈ કોર્પોરેશનની ટીમ દોડતી થઈ ગઈ હતી. અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વરસાદી પાણીના નિકાલને લઈ નિરીક્ષણ કરી ઉેકલ માટે પ્રયાસો કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ ભાદરવી પૂર્ણિમાને લઈ માર્ગો પર પદયાત્રી ભક્તોની ભીડ ઉભરાઈ, અંબાજી જતા માર્ગો જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા, જુઓ Video
અધિકારીઓની ટીમને સ્થળ પર જોઈને જ સ્થાનિકો રોષે ભરાયા હતા. વિસ્તારમાં લોકો થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જવાથી પરેશાન છે. ત્યાં જ હવે વરસાદી પાણી ભરાઈ જવાને લઈ અધિકારીઓ ડેપ્યુટી મેયરના ઘર વિસ્તારમાં દોડતા આવવાને લઈ લોકોએ સવાલો કરીને રોષ વ્યક્ત કર્યો હતો. લિંબાયત વિસ્તારના લોકોએ ગંદા પાણીમાંથી જ પસાર થવાની મજબૂરી રાખી રહ્યા છે. પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી કેટલી નબળી છે, એની ચાડી આ ભરાયેલા પાણી દર્શાવી રહ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?