માંડવીના આમલી ડેમમાં ડૂબેલા 5 લોકોનો હજુ સુધી કોઈ પતો નથી, સાંસદ સહિતના લોકોએ સ્થળની મુલાકાત લીધી

નાવડી પલટી જતાં 10 લોકો ડૂબ્યા હતા જેમાંથી 3 લોકોને બચાવી લેવાયા હતા અને 2ના મૃતદેહ મળ્યા હતા. બાકીના 5 લોકો હજુ લાપત્તા છે. જેની સતત ત્રીજા દિવસે શોધખોળ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 3:25 PM

સુરત (Surat) ના માંડવી (Mandavi) તાલુકાના આમલી ગામ (Amali village) ના 10 લોકો નાવડીમાં બેસીને ઘાસ કાપવા જઈ રહ્યા હતા ત્યારે નાવડી પલટી ગઈ હતી, 3 લોકો તરીને કીનારે આવી ગયાં હતા અને 2 લોકોના મૃતદેહ મળ્યા હતા. બાકીના 5 લોકો લાપત્તા હતા જેની શોધખોળ શરૂ કરાઈ હતી પરંતુ હજુ સુધી તેમની ભાળ મળી નથી.

ફાયર બ્રીગેડના જવાન સહિત 20 લોકો દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે, સાંસદ (MP)  પ્રભુ વસાવા, માંડવીના ધારાસભ્ય (MLA) અનંત ચૌધરી અને પૂર્વ કેબીનેટ મંત્રી ગણપત વસાવા સ્થળ પર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ત્રણ દિવસ થવા છતાં 5 લોકોને હજુ શોધી શકાયા નથી તેથી જિલ્લા કલેક્ટરની પણ મદદ લોવાઈ રહી છે. કલેક્ટરની નજર હેઠળ શોધખોળ ચાલી રહી છે. જોકે ત્રણ દિવસથી ડુબેલા લોકોનો પતો ન લાગતાં તેના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે 10 લોકો નાવડી (Boat)માં બેસીને ઘાસ કાપવા જઈ રહ્યા હતા ત્યારે નાવડી પલટી (Boat capsize) જતાં તેમાં બેઠેલા તમામ લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે તેમાંથી 3 જણાને બચાવી લેવાયા છે. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

માંડવી તાલુકાના આમલી ગામ નજીક આવેલા ડેમ (Dam) ની વચ્ચે ટેકરા પર ઉગેલું ઘાસ કાપવા માટે 10 જેટલા લોકો નાવડીમાં બેસીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક નાવડી પલટી ગઈ હતી. આ તમામ લોકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી હોવાની માહિતી મળી છે. નાવડી અચાનક જ પલટી મારી ગઈ હતી, નાવડી પલટી જવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સહીતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

નાવડીમાં સવાર 5 લોકો લાપતા થયા છે તેમની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે મોડે સુધી વધુ કોઈ મૃતદેહ મળ્યો હોવાના અહેવાલ નથી.

આ પણ વાંચોઃ કાર્ગોથી માલ અન્ય રાજ્યોમાં મોકલવા સુરત આખા ગુજરાતમાં બીજા સ્થાને, જામનગર પ્રથમ

આ પણ વાંચોઃ અમદાવાદ અને સુરતની બજારોમાં પતંગ રસિકો ખરીદી માટે ઉમટયા, કોરોના ગાઇડલાઇનનો ભંગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">